Aditya L1 એ લીધી જબરદસ્ત સેલ્ફી, પછી પાડ્યો પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર Photo

Aditya L 1 Mission Latest Picture: ઈસરોએ આદિત્ય એલ1 મિશનની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે તેને ધરતીથી 15 લાખ કિમીના અંતરે સ્થાપિત કરવાનો છે. 

Aditya L1 એ લીધી જબરદસ્ત સેલ્ફી, પછી પાડ્યો પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર Photo

Aditya L 1 Mission: ધગધગતા સૂરજના રહસ્યોને ઉજાગર કરવા માટે આદિત્ય એલ1 પોતાના સફર પર છે. લગભગ ચાર મહિના બાદ સૂર્ય અને પૃથ્વીના અક્ષ પર સ્થિત એલ1 પોઈન્ટ પર તેને સ્થાપિત કરવામાં આવશે. હાલ બીજી છલાંગમાં તે 282 કિમી X 40225 કિમીના અંતર પર તે ચક્કર મારી રહ્યું છે. ત્રીજી છલાંગમાં તેને વધુ ઊંચાઈ પર પહોંચાડવામાં આવશે. આ બધા વચ્ચે આદિત્ય એલ1 એ કેટલીક તસવીરો મોકલી છે જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. 

આદિત્યએ લીધી સેલ્ફી
આદિત્ય એલ1એ મોકલેલી તસવીરમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. જેમાં ચંદ્ર એક નાનકડાં પોઈન્ટ તરીકે દેખાય છે. ઈસરોએ ટ્વીટમાં લખ્યું છે કે સૂરજની સફર પર નીકળેલા આદિત્ય એલ1એ ધતી અને ચંદ્રમાની સેલ્ફી લીધી છે. આ સેલ્ફીથી તમે અંદાજો લગાવી શકો છો કે આદિત્ય એલ1 મિશન ધીરે ધીરે પોતાની સફર પર આગળ વધી રહ્યું છે. આદિત્ય એલ1ને ધરતીથી લગભગ 15 લાખ કિમી દૂર એલ1 પોઈન્ટ પર સ્થાપિત કરવાનો છે. આ મિશન ખુબ જ મહત્વપૂર્ણ જણાવવામાં આવી રહ્યું છે. તેમાં કુલ સાત પેલોડ્સ લગાવવામાં આવ્યા છે. જેમાંથી ચાર સૂરજના કિરણોનો અભ્યાસ કરશે અને ત્રણ પેલોડ્સ દ્વારા એલ1 પોઈન્ટની ચારેબાજુ વાતાવરણનો અભ્યાસ કરવામાં આવશે. 

Aditya-L1,
destined for the Sun-Earth L1 point,
takes a selfie and
images of the Earth and the Moon.#AdityaL1 pic.twitter.com/54KxrfYSwy

— ISRO (@isro) September 7, 2023

આદિત્ય મિશનનો હેતુ
1472 કિલોગ્રામ વજનના અંતરિક્ષ યાનને ઈસરોના સૌથી વિશ્વસનીય અને બહુમુખી વર્કહોર્સ રોકેટ 'એક્સએલ' કન્ફ્યૂગરેશનમાં ધ્રુવીય ઉપગ્રહ લોન્ચિંગ વાહન (PSLV) દ્વારા અંતરિક્ષમાં લઈ જવાયો હતો. આદિત્ય એલ1 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય સૂર્યના ઉપરી વાયુમંડળીય પરતો, ખાસ કરીને ક્રોમોસ્ફીયર અને કોરોનાનો અભ્યાસ કરવાનો છે. આદિત્ય એલ1ને લેગ્રેન્જિયન પોઈન્ટ1 (L1) ની આજુબાજુના એક પ્રભામંડળ કક્ષા (Halo Orbit) માં રાખવામાં આવશે. જે 1.5 મિલિયન કિમી દૂર છે. પૃથ્વી સૂર્યની દિશામાં ચાર મહિનાના સમયમાં આ અંતર કાપે તેવી આશા છે. આદિત્ય એલ1ના નિર્માણમાં એલએન્ડટી, એમટાર ટેક્નોલોજીસ, પારસ ડિફેન્સ, વાલચંદનગર ઈન્ડસ્ટ્રીઝ, એચએએલ, બીએચઈએલ અને મિશ્ર ધાતુ નિગમે મહત્વની ભૂમિકા ભજવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news