Ravi Pushya Yog: 3 દિવસ પછી રવિ પુષ્ય યોગ, રાતોરાત વધશે આ 3 રાશિના લોકોનું બેંક બેલેન્સ

Ravi Pushya Yog: રવિવાર અને 10 સપ્ટેમ્બરે પુષ્ય નક્ષત્ર છે અને આ દિવસે એકાદશી પણ છે. તેથી આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ બની જાય છે. રવિ પુષ્ય નક્ષત્ર અને એકાદશીના યોગમાં સોનુ-ચાંદી તેમજ નવી સંપત્તિ ખરીદવી શુભ ગણાય છે.

Ravi Pushya Yog: 3 દિવસ પછી રવિ પુષ્ય યોગ, રાતોરાત વધશે આ 3 રાશિના લોકોનું બેંક બેલેન્સ

Ravi Pushya Yog: જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોનું વર્ણન છે જેમાં પુષ્ય નક્ષત્રને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો પુષ્ય નક્ષત્ર રવિવારે આવે તો તેને રવિ પુષ્ય નક્ષત્ર કહેવાય છે. જો પુષ્ય નક્ષત્ર ગુરુવારે આવે તો તેને ગુરુપુષ્ય નક્ષત્ર કહેવાય છે. સપ્ટેમ્બર મહિનામાં પણ પુષ્ય નક્ષત્ર આવે છે અને તે રવિવારે હોવાથી રવિ પુષ્ય નક્ષત્રનો યોગ સર્જાયો છે. 

રવિવાર અને 10 સપ્ટેમ્બરે પુષ્ય નક્ષત્ર છે અને આ દિવસે એકાદશી પણ છે. તેથી આ દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ બની જાય છે. રવિ પુષ્ય નક્ષત્ર અને એકાદશીના યોગમાં સોનુ-ચાંદી તેમજ નવી સંપત્તિ ખરીદવી શુભ ગણાય છે. 

રવિ પુષ્ય નક્ષત્ર આ ત્રણ રાશિના લોકોને ફળશે

આ પણ વાંચો:

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોને રવિ પુષ્ય નક્ષત્ર લાભ કરાવશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી ધન પ્રાપ્ત થશે. ધનની આવક વધવાના નવા રસ્તા ખુલશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવો હોય અથવા તો કામની શરૂઆત કરવી હોય તો રવિવાર શુભ દિવસ છે. આ દિવસે શરૂ કરેલા કામમાં સફળતા મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે પણ રવિ પુષ્ય નક્ષત્ર લાભકારી છે. આ રાશિના જાતકો ને ધન્ય મળશે અને અટકેલા કામ પૂરા થશે. આ સમય રોકાણ કરવા માટે પણ ખૂબ જ સારું છે. જો વાહન કે સંપત્તિ ખરીદવી છે તો આદિવાસી શુભ છે.

તુલા રાશિ

રવિ પુષ્ય નક્ષત્ર તુલા રાશિના લોકો માટે પણ ભાગ્યશાળી દિવસ સાબિત થશે. અચાનક ધન પ્રાપ્ત થશે. આર્થિક સમસ્યાઓ પૂર્ણ થશે. કરજ માથેથી ઉતરશે. અટકેલા કામમાં સફળતા મળશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news