ATM card Insurance: આપણે જ્યારે બેંક એકાઉન્ટ ખોલાવીએ છીએ ત્યારે આપણને એટીએમ કાર્ડ પણ મળે છે. જેનાથી આપણે ઓનલાઈન પેમેન્ટથી લઈને કેશ કાઢવા સુધીના તમામ કામ કરી શકીએ છીએ. પરંતુ શું તમને ખબર છે કે કેશ વિડ્રોલ સિવાય તમારું એટીએમ કાર્ડ કઈ રીતે તમને ફાયદો અપાવી શકે છે. તમને જણાવી દઈએ કે તમારા એટીએમ કાર્ડ પર તમને 5 લાખ સુધીનો ઈન્શ્યોરન્સ પણ મળે છે. એટીએમ કાર્ડ પર તમને 25 હજારથી લઈને 5 લાખ રુપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. જેની જાણકારી અનેકવખત સામાન્ય લોકોને હોતી નથી. આ જ કારણે તે મોટો લાભ મેળવી શકતા નથી. જો તમને પણ આ વિશે કોઈ માહિતી નથી તો તમે પણ જાણી લો.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે
60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો


25 હજારથી લઈને 5 લાખ સુધીનો લઈ શકો છો ઈન્શ્યોરન્સ:
એકાઉન્ટ હોલ્ડર્સને એટીએમ કાર્ડ પર 25 હજાર રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. આ ફાયદો માત્ર તે લોકોને જ મળે છે જે પોતાના કાર્ડને 45 દિવસમાં વધારે યૂઝ કરે છે. આ ફાયદો સરકારી બેંક અને પ્રાઈવેટ બેંક બંનેના કાર્ડ પર મળે છે. જોકે તમને ઈન્શ્યોરન્સની કેટલી રકમ મળશે તે વાત તેના પર નિર્ભર કરે છે કે તમારું એટીએમ કે ડેબિટ કાર્ડ કઈ કેટેગરીનું છે. દરેક બેંક પોતાના કસ્ટમર્સને અલગ-અલગ કેટેગરીના એટીએમ કાર્ડ ઈશ્યુ કરે છે. અને દરેક કાર્ડ પર અલગ-અલગ સુવિધા મળે છે. 


Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ


કેટેગરીના હિસાબથી મળે છે ઈન્શ્યોરન્સ:
તમને મળનારા ઈન્શ્યોરન્સની એમાઉન્ટ  કાર્ડની કેટેગરી પર ડિપેન્ડ કરે છે. જો તમારું કાર્ડ ક્લાસિક કેટેગરીનું છે તો તમને ઈન્શ્યોરન્સ તરીકે 1 લાખ રૂપિયા, પ્લેટિનમ કાર્ડ પર 2 લાખ રૂપિયા અને પ્લેટિનમ માસ્ટર કાર્ડ પર 5 લાખ રૂપિયા ઈન્શ્યોરન્સ મળે છે. જ્યારે વીઝા કાર્ડ પર તમને 1.5થી 2 લાખ રૂપિયા સુધીનો ઈન્શ્યોરન્સ મળે છે. માસ્ટર કાર્ડ પર 50 હજાર રૂપિયાનું વીમા કવરેજ મળે છે. પ્રધાનમંત્રી જન ધન એકાઉન્ટ્સ પર મળનારા રૂપે કાર્ડ પર ગ્રાહકોને 1થી 2 લાખ રૂપિયા સુધીનું ઈન્શ્યોરન્સ કવર મળે છે.


Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
Health Tips: આજે જ ડાયટમાં કરો સામેલ આ વસ્તુઓ,કેન્સર અને હાર્ટએટેક આસપાસ પણ નહી ફરકે


આ રીતે કરી શકો છો ક્લેમ:
જો કોઈ વ્યક્તિનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારને 5 લાખ રૂપિયા સુધીના ઈન્શ્યોરન્સનો લાભ મળે છે. આ ઈન્શ્યોરન્સને ક્લેમ કરનારા કાર્ડ હોલ્ડરના નોમિનીને બેંકની બ્રાંચમાં જઈને ત્યાં વળતર માટે એક અરજી આપવાની રહેશે. બેંકમાં જરૂરી ડોક્યુમેન્ટને સબમિટ કર્યા પછી નોમિનીને વીમાનો ક્લેમ મળી જાય છે.


શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube