નવી દિલ્હી: રેલ સેવા મંગળવારથી શરૂ થઇ રહી છે. એવામાં હવે મોટો પ્રશ્ન એ છે કે લોકડાઉન (Lockdown) વચ્ચે આખરે ટિકીટ બુક કરાવી લીધી તો ઘરેથી રેલવે સ્ટેશન સુધી કેવી રીતે પહોંચશો? તો તેનો પણ જવાબ તમને જલદી મળવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જલદી ઓટો અને ટેક્સી સેવા પણ થઇ શકે છે શરૂ
દિલ્હી સરકારના એક વરિષ્ઠ અધિકારીએ ઝી ન્યૂઝ ઇન્ડીયા ડોટ કોમ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે જલદી ઓટો અને ટેક્સી સેવાઓ શરૂ થઇ શકે છે. લોકડાઉનની વચ્ચે ઘરેથી રેલવે સ્ટેશન સુધી પહોંચવા માટે રાજ્ય સરકારોની વ્યવસ્થા કરવી પડશે. કુલ મળીને પબ્લિક ટ્રાંસપોર્ટ શરૂ કર્યા વિના ટ્રેન અને હવાઇ સેવા શરૂ થઇ ન શકે.


આજે થઇ શકે છે જાહેરાત
જાણકારોનું કહેવું છે કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે લોકડાઉનની સમીક્ષા કરવાના છે. આ બેઠકમાં પબ્લિક ટ્રાંસપોર્ટ ખોલવા અંગે ચર્ચા થઇ શકે છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોટાભાગના રાજ્ય આજે અથવા કાલથી આંશિક રૂપથી ઓટો અને ટેક્સી સેવા શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. 


ઉલ્લેખનીય છે કે લગભગ 50 દિવસના લોકડાઉન બાદ ભારતીય રેલવેએ 15 ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. બુકિંગ આજે સાંજે ચાર વાગ્યાથી શરૂ થઇ જશે. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે લોકડાઉનના લીધે મુસાફરો પોતાના ઘરેથી રેલવે સ્ટેશન કેવી રીતે પહોંચશે? આ ઉપરાંત પ્રશ્ન એ પણ છે કે ગંતવ્ય સ્થળ સુધી પહોંચીને પોતાના ઘર સુધી અંતર કેવી રીતે નક્કી થશે? આશા છે કે આજે સાંજ સુધી તેની જાહેરાત થઇ શકે છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube