Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : ખેતી અને પશુપાલનનો મુખ્ય વ્યવસાય ધરાવતા બનાસકાંઠા જિલ્લાના યુવા પશુપાલકો પશુપાલનના વ્યવસાયમાં અવનવા પ્રયોગો કરીને પ્રગતિના અનેક સોપાનો સર કરી રહ્યા છે. તો સાથે સાથે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જિલ્લામાં ગાય-ભેંસની જેમ હવે ગધેડા પણ પશુપાલકને લાખો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે. બનાસકાંઠાના એક યુવા ખેડૂતે ડોન્કી ફાર્મ ખોલ્યું છે અને હવે તેમાંથી સારી એવી કમાણી કરી રહ્યો છે. અને અનેક પશુપાલકોને નવી રાહ ચીંધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગધેડું નવરાવીએ ઘોડું ન થાય, ગધેડી ફુલેકે ચડી.. આપણે અનેક કહેવતો અને રૂઢી પ્રયોગોમાં ગધેડાને એટલા બધા વગોવી નાખ્યા છે કે વાત ન પૂછો. પરંતુ હવે એના દૂધનું મૂલ્ય જોઈને એવું લાગે છે કે એ કહેવતો અને રૂઢી પ્રયોગોમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે. વાત છે બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામની જ્યાં ગર્દભ કરાવી રહ્યા છે લાખોની કમાણી. ગઢ ગામના યુવા ખેડૂતે ગર્દભનું પશુપાલન કર્યું છે અને તેમાંથી તેને લાખો રૂપિયા કમાવવાની અપેક્ષા છે. ગઢ ગામના પશુપાલક જગદીશભાઈ પટેલે 16 જેટલા ગર્દભ લાવી ડોન્કી ફાર્મ બનાવ્યું છે. 


સોશિયલ મીડિયામાં જોઈને ગધેડા લાવ્યા
સોશિયલ મીડિયામાં જોઈ અને આ યુવકને ડોન્કી ફાર્મ બનાવવાનો વિચાર આવ્યો.અને તેને ત્યાર બાદ રાજ્ય અને દેશમાં જ્યાં ડોન્કી ફાર્મ હતા તેની મુલાકાત લીધી અને ત્યારબાદ ડોન્કી ફાર્મ બનાવવાનું નક્કી કર્યું.અને રાજસ્થાન માંથી 16 જેટલા ગદર્ભ લઈ આવ્યા અને બનાવી દીધું ડોન્કી ફાર્મ. જો કે, અત્યારે ગઢ ગામના આ ખેડૂતના ડોન્કી ફાર્મમાં 16 જેટલા ગર્દભ છે. તેમાંથી 10 જેટલા ગર્દભ દૂધ આપે છે. એક ગદર્ભ 300થી 400 ગ્રામ જેટલું દૂધ આપે છે. આમ, 10 ગદર્ભ રોજનું 3-4 લિટર જેટલું દૂધ આપે છે. 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : આજે 10 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે


યુવા પશુપાલકના કહેવા પ્રમાણે, આ દૂધની કિંમત પ્રતિ લિટર 2500 થી 3000 રૂપિયા જેટલી હોય છે. આ દૂધમાંથી જે પાવડર બને છે તેની પ્રતિ કિલો કિંમત અંદાજે 30,000 રૂપિયા હોય છે. યુવા ખેડૂત ગર્દભનું પશુપાલન કરી તેમાંથી દૂધ કાઢે છે અને માઇનસ ડિગ્રીમાં આ દૂધને રાખી અને તેમાંથી પાવડર બનાવે છે. નેશનલ અને ઈન્ટરનેશનલ માર્કેટમાં આ પાવડરની કિંમત એક કિલોના અંદાજે 30,000 રૂપિયા જેટલી હોય છે. ગર્દભના દૂધથી લાખો રૂપિયાની કમાણી થાય છે. પરંતુ ગર્દભના એક લીટર દૂધમાંથી માત્ર દસ ગ્રામ પાવડર બને છે. ત્યારે દૂધને સ્ટો૨ ક૨વામાં આવે છે અને વધુ દૂધ થાય ત્યારે તેમાંથી પાવડર બનાવવામાં આવે છે. 


ગર્ધભના દૂધની કોસ્મેકિટ બનાવવા માંગ
જોકે ગદર્ભના દૂધના પાઉડર કોસ્મેટિક વસ્તુઓ બનાવવા તેમજ તેનો ઉપયોગ દવાઓમાં થતો હોવાથી દેશ-વિદેશમાં તેની ખુબ જ માંગ છે. ગઢમાં ડોન્કી ફાર્મ બનાવ્યા બાદ યુવા પશુપાલકને ગર્દભનો રોજનો નિભાવ ખર્ચ 1500થી 2000 આવે છે એટલે કે મહિનાના 60,000 રૂપિયા પશુપાલનનો ખર્ચ થાય છે. સમાજ અને ગામમાં પહેલા તો ગધેડા લાવ્યા છે એમ વાત થતી હતી. પરંતુ ધીમે ધીમે હવે ગર્દભના દૂધની કિંમત અને તેની પ્રોડક્ટની કિંમત સમજાતા અનેક લોકો પણ હવે આ ડોન્કી ફાર્મની મુલાકાત લઈ રહ્યા છે. 


અદ્રશ્ય શક્તિ યુવતીને ખેંચી ગઈ, સ્કૂટીથી આ દૂર જવા લાગી તો ભૂત દેખાયું


ગઢના સ્થાનિક લોકો પણ આ યુવા પશુપાલકની નવી પહેલને આવકારી રહ્યા છે. આ ગર્દભનું દૂધ અથવા તેની પ્રોડક્ટ અને પાવડર નેશનલ માર્કેટ અને ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચાય અને સરકાર પણ નવી પશુપાલનની પહેલની નોંધ લઈ. આવા પશુપાલકોને સહકાર આપે તેવું પણ સ્થાનિકો અને ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે.તો અનેક પશુપાલકો પણ ડોન્કી ફાર્મ ખોલવાનું વિચારી રહ્યા છે.


ડોન્કી ફાર્મ બનાવનાર જગદીશભાઈ પટેલ કહે છે કે, મને ડોન્કી ફાર્મ બનાવવાનો વિચાર આવતા મેં રાજસ્થાનની ડોન્કી લાવ્યા છે તેના દૂધનો પાઉડર બનાવીને સ્ટોર કરું છું. માર્કેટમાં પાવડરનો ભાવ 30 હજાર જેટલો છે.


ગુજરાતીઓ પાસપોર્ટ તૈયાર રાખો, આ દેશમાં રોટલો ને ઓટલો બંને મળશે : નીકળી બમ્પર નોકરી