September Bank Holidays: દેશમાં તહેવારોની મોસમનો થનગનાટ જોવા મળી રહ્યો છે. આગામી મહિનાઓ દરમિયાન એક પછી એક ઘણા મોટા તહેવારો આવવાના છે, જેની શરૂઆત આ મહિનાથી જ થશે. તેનાથી બેંકોના કામકાજ પર અસર પડશે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર દેશના વિવિધ ભાગોમાં આવતા મહિને 16 દિવસ બેંકો બંધ રહેશે. મતલબ કે દર બીજા દિવસે ક્યાંક ને ક્યાંક બેંકની રજા હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WATCH: શિખર ધવનનો ખુલ્લેઆમ કોણે પકડી લીધો કોલર? આગની માફક વાયરલ થયો VIDEO
દુર્ભાગ્ય દુર કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધારે છે રાઈના આ ટોટકા, કરજથી પણ થશો મુક્ત
ભદ્રા કાળમાં ભૂલથી પણ વીરાને બાંધતા નહી રાખડી, પહેલાં જાણો તારીખ અને શુભ મુર્હુત


આ રીતે નક્કી કરવામાં આવે છે રજાઓ
બેંક રજાઓ બે રીતે નક્કી કરવામાં આવે છે. રાષ્ટ્રીય રજાઓ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહે છે. એ જ રીતે, દર રવિવારે અને બીજા અને ચોથા શનિવારે, સમગ્ર દેશમાં બેંકો બંધ રહે છે. આ સિવાય પ્રાદેશિક તહેવારોને અનુલક્ષીને અલગ-અલગ સ્થળોએ બેંકો અલગ-અલગ દિવસે બંધ રહે છે. ચાલો જોઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કયા દિવસે અને ક્યાં બેંક રજાઓ રહેશે…


શું તમે વિદેશમાં MBA ના ઊંચા ખર્ચથી ટેન્શનમાં છો, આ દેશો છે સૌથી સસ્તા
CRPF માં નોકરી મળે તો કેટલો મળે છે પગાર અને કઈ મળશે સુવિધાઓ? એકવાર ચેક કરી લેજો
IOCL માં 500 જગ્યાઓ માટે પડી ભરતી, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ હો તો તક ના ચૂકતા


સપ્ટેમ્બરમાં રજાઓનું લિસ્ટ:
3 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
6 સપ્ટેમ્બર 2023: ભુવનેશ્વર, ચેન્નાઈ, હૈદરાબાદ અને પટનામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે બેંકો બંધ રહેશે.
7 સપ્ટેમ્બર 2023: શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, તેલંગાણા, જયપુર, જમ્મુ, કાનપુર, લખનૌ, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.
9 સપ્ટેમ્બર 2023: બીજા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.
10 સપ્ટેમ્બર 2023: રવિવારે પણ દેશભરની બેંકોમાં રજા રહેશે.
17 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.


નખ ચાવવાની Bad Habit હોય તો સુધારી દેજો, નહીંતર થશે આ નુકસાન
​અહીં પુરુષો જીભથી ચાટીને સ્ત્રીઓના કરે છે સેન્ડલ સાફ, મહારાણીનું ચાલે છે શાસન!

18 સપ્ટેમ્બર 2023: વિનાયક ચતુર્થી નિમિત્તે બેંગલુરુ અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે.
19 સપ્ટેમ્બર 2023: અમદાવાદ, બેલાપુર, ભુવનેશ્વર, મુંબઈ, નાગપુર અને પણજીમાં ગણેશ ચતુર્થીના કારણે બેંકો બંધ રહેશે.
20 સપ્ટેમ્બર 2023: કોચી અને ભુવનેશ્વરમાં ગણેશ ચતુર્થી અને નુઆખાઈને કારણે બેંકો બંધ રહેશે.
22 સપ્ટેમ્બર 2023: શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસને કારણે કોચી, પણજી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
23 સપ્ટેમ્બર 2023: ચોથા શનિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે.
24 સપ્ટેમ્બર 2023: રવિવાર. સમગ્ર દેશમાં રજા રહેશે.
25 સપ્ટેમ્બર 2023: શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ પર ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
27 સપ્ટેમ્બર 2023: મિલાદ-એ-શરીફને કારણે જમ્મુ, કોચી, શ્રીનગર અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે.
28 સપ્ટેમ્બર 2023: ઈદ-એ-મિલાદને કારણે અમદાવાદ, બેંગ્લોર, ચેન્નાઈ, કાનપુર, લખનૌ, મુંબઈ અને નવી દિલ્હીમાં બેંકો બંધ રહેશે.
29 સપ્ટેમ્બર 2023: ઈદ-એ-મિલાદ-ઉન-નબીના અવસર પર ગંગટોક, જમ્મુ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.


આવતા અઠવાડિયે મહિનો બદલાશે
જો તમારી પાસે પણ બેંકનું કોઈ કામ બાકી છે, તો તેને મોકૂફ રાખવાને બદલે તેને તરત જ પતાવી દો. આગામી સપ્તાહ દરમિયાન મહિનો બદલાઈ રહ્યો છે અને આ મહિનાના અંતે રક્ષાબંધનનો તહેવાર છે. જો કે આજના સમયમાં ડીજીટલ બેંકીંગે ઘણું કામ સરળ બનાવી દીધું છે. બેંકના ગ્રાહકોનું મોટા ભાગનું કામ હવે ઘરે બેસીને થાય છે. તેમ છતાં કોઈ અગત્યના કામ માટે બેંકમાં જવું પડે છે.


150 નહેરો વચ્ચે 118 ટાપુઓ, 400 પુલ... આવું છે વિશ્વનું સૌથી સુંદર શહેર!
ભાઇને કરોડપતિ બનાવી દેશે રક્ષાબંધનનો આ ઉપાય, બહેનને કરવું પડશે આ એક કામ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube