Bank FD Rates 2023: જો તમે પણ બેંકમાં એફડી કરાવવાની યોજના ઘડી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમને એફડી કરાવશો તો વધુ વ્યાજ મળશે. બેંક ઓફ ઈન્ડિયાએ હવે એફડીના વ્યાજના દરમાં વધારો કર્યો છે. બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. બેંકે જાણકારી આપતા જણાવ્યું કે વધેલા વ્યાજનો દર 2 કરોડ રૂપિયાથી ઓછી રકમની એફડી પર મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંક ઓફ ઈન્ડિયાએ આપી જાણકારી
બેંક ઓફ ઈન્ડિયાએ જાણકારી આપતા જણાવ્યું કે સંશોધન બાદ બેંકના સામાન્ય ગ્રાહકોને સાત દિવસથી 10 વર્ષ સુધીની પૂર્ણ અવધિવાળી ડિપોઝિટ પર 3 ટકૈથી સાત ટકા સુધીનું વ્યાજ મળશે. જ્યારે બેંક એક વર્ષની એફડી પર સીનિયર સિટિઝન ગ્રાહકોને 7.50 ટકા અને વધુ સીનિયર સિટિઝન નાગરિકો (80 વર્ષથી વધુ ઉંમરના) ને 7.65 ટકા વ્યાજનો ફાયદો આપી રહી છે. 


જાણો કેટલો મળશે વ્યાજનો ફાયદો (Bank of india fixed deposits rates)


- 7થી 14 દિવસ- 3 ટકા
- 15 થી 30 દિવસ- 3 ટકા
- 31થી 45 દિવસ- 3 ટકા
46થી 90  દિવસ- 4.50 ટકા
- 91થી 179 દિવસ- 4.50 ટકા
- 180થી 269 દિવસ - 5 ટકા
- 270થી 1 વર્ષથી ઓછું- 5.50 ટકા
- એક વર્ષ- 7 ટકા
- એક વર્ષથી લઈને 2 વર્ષથી ઓછું- 6 ટકા
- 2 વર્ષથી લઈને 3 વર્ષથી ઓછું- 6.75 ટકા
- 3 વર્ષથી લઈને 5 વર્ષથી ઓછું- 6.50 ટકા
- 5 વર્ષથી લઈને 8 વર્ષથી ઓછું- 6 ટકા
- 8 વર્ષથી લઈને 10 વર્ષ સુધી- 6 ટકા


Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા


સતત સસ્તું થઈ રહ્યું છે સોનું, સોનામાં 1700 રૂપિયાનો મસમોટો કડાકો


રીસેલમાં ઘર ખરીદતા પહેલા ચેક કરો વીજળીનું બિલ, ઘર લેનાર માટે SCનો મહત્વનો નિર્ણય


અન્ય અનેક બેંકોએ પણ વધાર્યા વ્યાજ દર
સ્મોલ ફાઈનાન્સ બેંકે પણ વ્યાજદરમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ફિલકેયર સ્મોલ ફાઈનાન્સ બેંકે પણ વ્યાજદરમાં ફેરફાર કર્યો છે. બેંકના નવા દર 25મી મેથી લાગૂ થયા છે. બેંક સામાન્ય નાગરિકોને 1000 દિવસની એફડી પર 8.51 ટકાના દરથી વ્યાજનો ફાયદો આપી રહી છે. 


સીનિયર સિટિઝન્સને મળે છે 9 ટકા વ્યાજ
સીનિયર સિટિઝનની વાત કરીએ તો હવે બેંક આ ગ્રાહકોને 9.11 ટકાના દરે વ્યાજનો ફાયદો આપે છે. 1000 દિવસની એફડી પર ગ્રાહકોને 9 ટકાથી પણ વધુ વ્યાજનો ફાયદો મળી રહ્યો છે. એફડી પર વધુ વ્યાજનો ફાયદો મેળવવા માટે તમારે ઓછામાં ઓછા 5000 રૂપિયાની ડિપોઝીટ કરવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube