Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા

Insurance: તમારી અનુસ્થિતિમાં તમારા પ્રિયજનો માટે જીવન વીમો એક સધિયારો બની શકે છે. તે એક બચતની સાધનના રૂપમાં કામ કરે છે. તમને વૃદ્ધાવસ્થામાં નાણાંકીય સ્વતંત્રતા આપે છે અને તમને ટેક્સ બચાવવામાં મદદ કરશે.

Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા

Insurance Tips: અનિશ્વિતતાઓથી ભરેલી આ દુનિયામાં પ્રિયજનોની સુરક્ષા માટે આપણે નિશ્ચિત થવા માંગીએ છે. જેના માટે જીવન વીમો લેવામાં આવે છે. જીવન વીમા પોલિસી તમારા અને જીવન વીમો આપનાર માટે એક કાયદાકીય અનુબંધ છે. તમે પ્રીમિયમ ચૂકવો છો અને તેના બદલામાં વીમાકંપની તમને એક નિશ્ચિત અવધિ બાદ તમને અથવા તમારા નિધનના મામલામાં પરિવારજનોને એક નિશ્ચિત રકમ આપે છે.

તમારી અનુસ્થિતિમાં તમારા પ્રિયજનો માટે જીવન વીમો એક સધિયારો બની શકે છે. તે એક બચતની સાધનના રૂપમાં કામ કરે છે. તમને વૃદ્ધાવસ્થામાં નાણાંકીય સ્વતંત્રતા આપે છે અને તમને ટેક્સ બચાવવામાં મદદ કરશે. જીવન વીમામાં રોકાણ કરવાના અનેક કારણ છે. પરંતુ તમારા માટે સારી યોજનાઓ નક્કી કરતા પહેલા એકવાર કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જોઈએ.

તમારી જરૂર
તમને જીવન વીમા કવરેજ માટે સૌથી પહેલા એ જોવું જોઈએ કે, જો તમારું આકસ્મિત મૃત્યુ થાય તો તમારા પરિવારને કેટલા પૈસાની જરૂર પડશે. એવું કરવાનો સૌથી સારો ઉપાય એવો છે કે, તમારે તેનો હિસાબ કરીને એ હિસાબથી ઈન્સ્યોરન્સ કવરેજ લેવાનું રહેશે.

યોજનાની અવધિ નક્કી કરો
એકવાર જ્યારે તમને ખબર પડે તે તમારે કેટલા કવરેજની જરૂર છે અને એત જાણવું પણ મહત્વનું છે કે, તમારે કઈ ઉંમરે તેની જરૂર પડશે. કાર્યકાળ બહુ ઓછું ન હોવું જોઈએ કારણ કે પોલિસી અને નાણાંકીય જવાબદારીઓ પૂરી થાય પહેલા જ સમાપ્ત થઈ જાય છે. સાથે જ કાર્યકાળ બહુ લાંબો નહીં હોવો જોઈએ. વધુ અવધિના વીમાનું પ્રીમિયમ વધારે હશે.

એડ-ઓન સમજીને પસંદ કરો
જીવન વિમો ઉચિત કિંમત પર રાઈડર આપે છે. એટલે કે વધારાના વિકલ્પો આપે છે. પરંતુ તેની પસંદગી તમારે વિચારીને કરવી જોઈએ. કારણ કે તેના માટે તમારે વધારાના પૈસા ચૂકવવા પડે છે. જો તમારે જરૂર હોય તો જ એ લેવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news