દિવાળી પહેલા તમને મળી જશે Moratorium કેશબેક, જાણો ખાતામાં કેટલી રકમ આવશે
6 મહિનાની લોન મોરેટોરિયમની અવધિ દરમિયાન બેંકો તરફથી વસૂલવામાં આવેલું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) તમારા ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવી જશે. RBI તરફથી આદેશ બહાર પાડી દેવાયો છે.
નવી દિલ્હી: 6 મહિનાની લોન મોરેટોરિયમ (Moratorium) ની અવધિ દરમિયાન બેંકો તરફથી વસૂલવામાં આવેલું ચક્રવૃદ્ધિ વ્યાજ (વ્યાજ પરનું વ્યાજ) તમારા ખાતામાં 5 નવેમ્બર સુધીમાં આવી જશે. RBI તરફથી આદેશ બહાર પાડી દેવાયો છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ તમામ લોન આપનારી એજન્સીઓ, જેમાં નોન બેંકિંગ નાણાકીય કંપનીઓ પણ સામેલ છે તેમને 1 માર્ચથી શરૂ થનારી 6 મહિનાની મુદ્દત માટે 2 કરોડ રૂપિયા સુધીના લોન પરના વ્યાજ પર વસૂલાયેલું વ્યાજ પાછું આપવાનો આદેશ આપ્યો છે.
નાના વેપારીઓને GST માં મળી મોટી રાહત, ખાસ વાંચો....નહીં તો પેટ ભરીને પસ્તાશો
જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, પર્સનલ લોન કે પછી કોઈ પણ પ્રકારની લોન લીધી છે જેની અમાઉન્ટ 2 કરોડ રૂપિયાથી ઓછી છે અને કોરોના સંકટ દરમિયાન તેની ચૂકવણી કરી હોય કે ન કરી હોય. દિવાળી પહેલા તમને સરકાર જે ડબલ વ્યાજ વસૂલાયું છે તે પાછું આપશે.
પરંતુ હજુ બધાના મનમાં એ સવાલ છે કે તેમને કેટલા પૈસા પાછા મળશે. તો સરળ શબ્દોમાં કહીએ તો 6 મહિના (માર્ચ-ઓગસ્ટ) દરમિયાન ચૂકવવામાં આવેલા ચક્રવૃદ્ધિ વ્યાજ (Compound Interest) અને સામાન્ય વ્યાજ (Simple Interest) નું જે પણ અંતર હશે તે તમને પાછું મળશે. જેને સરળ ભાષામાં કેશબેક જ સમજો.
ચક્રવૃદ્ધિ વ્યાજ કેલ્ક્યુલેટ કરવાનો ફોર્મ્યુલા થોડો જટિલ છે. આથી અમે તમને ફક્ત સરળ કેલ્ક્યુલેશનથી જણાવીએ છીએ કે કેટલું વ્યાજ તમને પાછું મળશે. આવો તેને ઉદાહરણથી સમજીએ.
Royal Enfield ના ચાહકો માટે ખુશખબર, જલદી બજારમાં લોન્ચ થશે નવું મોડલ Meteor 350
કેટલા પૈસા પાછા મળશે
ઉદાહરણ નંબર 1
માની લો કે તમે 50 લાખ રૂપિયાની લોન લીધી છે. જેના પર 7 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો
કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 50 લાખ
વ્યાજ- 7%
સમય મર્યાદા- 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ- 1,77,572
સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 50 લાખ
વ્યાજ- 7%
સમય મર્યાદા- 6 મહિના
સિમ્પલ વ્યાજ- 1,75,000
કેટલું કેશબેક પાછું મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,77,572- 1,75,000
= 2572 રૂપિયા
એટલે કે નવેમ્બર મહિનામાં ખાતામાં 2572 રૂપિયા પાછા આવશે.
ઉદાહરણ નંબર 2
કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 30 લાખ
વ્યાજ- 7.5%
સમય મર્યાદા- 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ- 1,14,272
સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 30 લાખ
વ્યાજ- 7.5%
સમય મર્યાદા- 6 મહિના
સિમ્પલ વ્યાજ- 1,12,500
કેટલું વ્યાજ મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,14,272 - 112500
= 1772 રૂપિયા
ઉદાહરણ નંબર 3
માની લોક કે તમે 35 લાખની લોન લીધી છે. જેના પર 6.9 ટકાના હિસાબે ઈએમઆઈ ચૂકવી રહ્યા છો.
કમ્પાઉન્ડ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 35 લાખ
વ્યાજ- 6.9%
સમય મર્યાદા- 6 મહિના
કમ્પાઉન્ડ વ્યાજ- 1,22,499
સિમ્પલ વ્યાજ કેલ્ક્યુલેશન
લોન અમાઉન્ટ- 35 લાખ
વ્યાજ- 6.9%
સમય મર્યાદા- 6 મહિના
સિમ્પલ વ્યાજ- 1,20,750
કેટલું વ્યાજ મળશે- કમ્પાઉન્ડ વ્યાજ- સિમ્પલ વ્યાજ
1,22,499 - 120750
= 1749 રૂપિયા
આ કેલ્ક્યુલેશનથી તમને એટલો અંદાજો તો જરૂર મળી જશે કે કેટલી રકમ તમને પાછી મળશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ મોરેટોરિયમનો લાભ લેનારા કે ન લેનારા ગ્રાહકો RBIના આદેશની રાહ જોઈ રહ્યા હતા. હવે મંગળવારે આરબીઆઈએ દેશની તમામ બેંકો અને લોન આપનારી સંસ્થાઓને આદેશ આપ્યો છે કે ગ્રાહકોને જલદી વ્યાજ પર વ્યાજની છૂટનો લાભ પહોંચાડવામાં આવે.
બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube