Royal Enfield ના ચાહકો માટે ખુશખબર, જલદી બજારમાં લોન્ચ થશે નવું મોડલ Meteor 350

Meteor 350 સાત કલરમાં લોન્ચ થશે. જાણો તેની ખાસિયતો અને કિંમત.

Royal Enfield ના ચાહકો માટે ખુશખબર, જલદી બજારમાં લોન્ચ થશે નવું મોડલ Meteor 350

નવી દિલ્હી: રોયલ એનફીલ્ડ(Royal Enfield) જલદી પોતાનું નવું મોડલ મિટીઓર 350 (Meteor 350) લોન્ચ કરશે. આ નવા મોડલનું ટેસ્ટિંગ પૂરું થઈ ગયું છે. અત્રે જણાવવાનું કે રોયલ એનફીલ્ડે મિટીઓર 350ની લોન્ચિંગ ડેટની જાહેરાત કરી દીધી છે. થંડરબર્ડ સિરીઝના રિપ્લેસમેન્ટ તરીકે લાવવામાં આવી રહેલી મિટીઓર 350ને આગામી મહિને 6 તારીખે લોન્ચ કરવામાં આવશે. 

ત્રણ વેરિએન્ટમાં થશે લોન્ચ
મિટીઓર 350 (Royal Enfield Meteor 350) ને ત્રણ વેરિએન્ટ-ફાયરબોલ(Fireball), સ્ટેલર(Stellar) અને સુપરનોવા(Supernova) માં રજુ કરાશે.  Fireball મિટીઓર 350નું એન્ટ્રી લેવલ વેરિએન્ટ છે. જ્યારે Supernova ટોપ એન્ડ વેરિએન્ટ છે. દરેક વેરિએન્ટમાં કઈંકને કઈંક યુનિક ફીચર અપાયા છે. કંપનીનો દાવો છે કે આ વેરિએન્ટ યુવાઓને આકર્ષવામાં સફળ થશે. 

કિંમતની વાત કરીએ તો તે લગભગ 1.68-1.78 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) વચ્ચે હોઈ શકે છે. રિપોર્ટ્સ મુજબ  Meteor 350ને ટ્રિપર નેવિગેશન(Tripper Navigation) ની સુવિધાની સાથે લોન્ચ કરવામાં આવશે. ટ્રિપર નેવિગેશન એક સેમી ડિજિટલ ડ્યૂલ પોડ ઈન્સ્ટ્રુમેન્ટ કંસોલ છે., જે રોયલ એન્ફીલ્ડ મોટરસાઈકલમાં પહેલીવાર બ્લ્યુટૂથ કનેક્ટિવિટી લઈને આવ્યું છે.  

7 કલરમાં થશે લોન્ચ
Meteor 350 માં નવો એર-કૂલ્ડ એન્જિન હશે. આ મોટરસાઈકલ ફાયરબોલ યલ્લો, ફાયરબોલ રેડ, સ્ટેલર રેડ મેટેલિક, સ્ટેલર બ્લેક મેટ, સ્ટેલર બ્લ્યુ મેટેલિક, સુપરનોવા બ્રાઉન ડ્યૂલ ટોન અને સુપરનોવા બ્લ્યુ ડ્યૂલ ટોન એમ 7 કલરમાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news