નાના વેપારીઓને GST માં મળી મોટી રાહત, ખાસ વાંચો....નહીં તો પેટ ભરીને પસ્તાશો
Trending Photos
નવી દિલ્હી: નાના વેપારીઓ માટે GST રિટર્ન ફાઈલ કરવા માટેની વધુ એક પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે. GST નેટવર્ક(GSTN)એ કંપોઝીશન ટેક્સપેયર્સ માટે કે જેમના પર ટેક્સ ચૂકવણીની બાકી રકમ NIL છે, SMS દ્વારા ત્રિમાસિક રિટર્ન ભરવાની સુવિધા શરૂ કરી છે. કંપોઝીશન સ્કીમ હેઠળ કુલ 17.11 લાખ ટેક્સપેયર્સ રજિસ્ટર્ડ છે. જેમાંથી 20 ટકા એટલે કે 3.5 લાખ ટેક્સપેયર્સ નીલ રિટર્નવાળા છે.
જેનો અર્થ એ થયો કે નાના વેપારીઓ કે નાના બિઝનેસ હાઉસ કે જેમના પર કોઈ GST બાકી કે ટેક્સના ચૂકવણી બાકી નથી તેઓ હવે SMS મોકલીને પોતાનું જીએસટી રિટર્ન ફાઈલ કરી શકશે. તેમણે GST પોર્ટલ પર જવાની જરૂર નહીં રહે. જો કે જે બિઝનેસ હાઉસની ટેક્સની ચૂકવણી બાકી છે તેઓ આ સુવિધાનો લાભ ઉઠાવી શકશે નહીં.
આવા ટેક્સપેયર્સ ફોર્મ GST CMP-08 માં SMS દ્વારા NIL સ્ટેટમેન્ટ ભરી શકશે. તેમણે GSTNના પોર્ટલ પર જઈને લોગ ઈન કરવાની જરૂર નથી. CMP-08 એક ત્રિમાસિક સ્ટેટમેન્ટ હોય છે જેને કમ્પોઝીશન ટેક્સપેયર્સે ભરવાનું હોય છે. SMS દ્વારા ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઈલ કરવાનું છે તેની રીત પણ GSTN એ જણાવી છે.
SMS દ્વારા GST રિટર્ન ભરવાની રીત
1. એસેસી (assessee)એ પોતાના મોબાઈલમાં ‘NIL <space>C8<space>GSTIN<space>Return Period’ ટાઈપ કરવાનું રહેશે અને તેને 14409 પર મોકલી દેવાનો રહેશે.
2. SMS મોકલ્યા બાદ ટેક્સપેયરને 6 ડિજિટનો વેરિફિકેશન કોડ મોબાઈલ પર આવશે.
3. આ 6 ડિજિટના કોડને ફરીથી 14409 પર મોકલી દેવો જેથી કરીને NIL ફોર્મ CMP-08 કન્ફર્મ થઈ શકે.
4. GST પોર્ટલ ટેક્સપેયર્સને મોબાઈલ, ઈમેઈલ પર Application Reference Number (ARN) મોકલશે.
5. ટેક્સપેયર GST પોર્ટલ પર ફોર્મ CMP-08 નું સ્ટેટસ જોઈ શકે છે. જ્યાં તે 'Filed' બતાવશે.
6. જો ટેક્સપેયરે ઉપરોક્ત રીતે SMS નહીં મોકલ્યો હોય તો તેનું રિટર્ન ફાઈલ થયેલું બતાવશે નહીં.
કોણ હોય છે આ કમ્પોઝીશન ટેક્સપેયર્સ?
1. એવા ટેક્સપેયર્સ જેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા કે તેથી ઓછું હોય છે.
2. એવા ટેક્સપેયર્સે 1 ટકા, 5 ટકા અને 6 ટકાના દરે GST જમા કરાવવાનું રહે છે.
3. મેન્યુફેક્ચરર્સ માટે GST રેટ 1 ટકા, રેસ્ટોરન્ટ્સ માટે GST રેટ 5 ટકા અને બીજા સર્વિસ પ્રોવાઈડર્સ માટે GST રેટ 6 ટકા હોય છે.
4. આ ટેક્સપેયર્સે માત્ર ત્રિમાસિક આધાર પર જ ટેક્સ રિટર્ન દાખલ કરવાનું હોય છે.
5. આવા ટેક્સપેયર્સને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો મળતો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે