હવે ગણતરીના કલાકોમાં ચેક થશે `ક્લીયર`, RBI કરવા જઈ રહી છે મોટો ફેરફાર; વિગતો જાણો
RBI Cheques Clearance Decision: RBI એ આજે સૌથી મોટો નિર્ણય લીધો છે. હવે ગણતરીના કલાકોમાં જ ચેક ક્લિયર થઈ જશે. ચેક સાથે સંકળાયેલા જોખમોને ઓછા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
RBI Cheques Clearance Decision: આગામી દિવસોમાં બેન્કિંગ સિસ્ટમમાં મોટા ફેરફારો જોવા મળશે. રિઝર્વ બેંક (RBI) ચેક ક્લિયરિંગને લઈને મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. માત્ર થોડા કલાકોમાં ચેક ક્લિયર થઈ જશે. આ માટે તમારે બે દિવસ રાહ જોવી પડશે નહીં. હાલમાં, ચેક જમા કરાવવાના સમયથી રકમ આવે ત્યાં સુધી બે દિવસ લાગે છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ગુરુવારે નાણાકીય નીતિ જાહેર કરતી વખતે આ જાહેરાત કરી હતી.
CTS માં ફેરફારની દરખાસ્ત-
RBI ગર્વનર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, "ચેક ક્લિયરિંગને સુવ્યવસ્થિત કરવા, સેટલમેન્ટના જોખમને ઘટાડવા અને ગ્રાહકોને બહેતર સેવાઓ આપવાના ઉદ્દેશ્ય સાથે ચેક ટ્રંકેશન સિસ્ટમ (CTS)ની હાલની પ્રક્રિયામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ છે." ', કામકાજના કલાકો દરમિયાન સતત ક્લિયરિંગની વ્યવસ્થા કરવામાં આવશે.
નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે?
આરબીઆઈના જણાવ્યા અનુસાર, “નવી સિસ્ટમ હેઠળ, ચેકને 'સ્કેન' કરવામાં આવશે, રજૂ કરીને ક્લિયર કરવામાં આવશે. આ સાથે, ચેક ક્લિયરિંગ થોડા કલાકોમાં થઈ જશે જ્યારે હાલમાં તે બે દિવસ (T+1) સુધી લે છે. દાસે કહ્યું કે આ સંબંધમાં વિગતવાર માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. આ નવા નિયમોને કારણે મોટો ફાયદો થવાની સંભાવના છે. હાલમાં ચેક ક્લિયર થતાં સમય લાગતાં લોકોએ રાહ જોવી પડે છે.