ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ ખોવાઇ જવાના ટેંશનમાંથી મળશે મુક્તિ, અપનાવો આ રીત
ભલે ડિજિટલ ટ્રાંજેક્શન દેશમાં ઝડપથી વધી રહ્યું હોય પરંતુ કદાચ જ કોઇ એવો વ્યક્તિ હશે જેના ખિસ્સામાં એક અથવા તેનાથી વધુ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ન હોય. કેશલેશ ટ્રાંજેક્શન હાલના સમયમાં સમયમાં મોટાભાગે વ્યક્તિ અથવા તો કાર્ડથી પેમેન્ટ કરે છે અથવા મોબાઇલ વોલેટનો ઉપયોગ કરે છે. ડેબિટ અને ક્રેડિટ ભલે તમારા કેશ રાખવાના જોખમને ઓછું કરતું હોય પરંતુ તેના ગુમ થવાથી અથવા ચોરી થવાની સંભાવના વધુ રહે છે. જો આમ થયું તો નુકસાન પણ ખુબ વધુ થાય છે. જો તમારી પાસે બે અથવા તેનાથી વધુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ છે તો અલગ-અલગ બેંકોના ફોન કરી તેને બ્લોક કરાવવું કઠીન કામ છે.
તેનો એક સરળ રસ્તો છે કે તમે કાર્ડ પ્રોટેક્શન પ્લાન (CPP) લો અને ટેંશન ફ્રી થઇ જાવ. બ્રિટનની કંપની સીપીપી ગ્રુપ પીએલસી ભારતમાં પણ આ સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. આજે અમે CPP વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું.
કેવી રીતે કામ કરે છે CPP
ડેબિટ-ક્રેડિટ કાર્ડ ગુમ થતાં અથવા તેના સંબંધિત ફ્રોડને CPP કવર કરે છે
કાર્ડ ખોવાઇ જતાં એક કોલ કરશો તો ગુમ તહ્યેલા બધા કાર્ડ એકસાથે બ્લોક કરી દેવામાં આવશે
કંપની તેના માટે 24 કલાકવાળી હેલ્પલાઇન 60004000 ચાલે છે
ડાયલ કરવા માટે આ નંબરથી પહેલાં તમને સ્થાનિક શહેરના STD કોડ નાખવો પડશે.
આ છે CPPના ફાયદા
તમારા માટે ઇમરજન્સી ટ્રાવેલ, હોટલ અને કેશની વ્યવસ્થા કરવામાં આવશે. પ્રીમિયમ અને પ્લેટિનમ મેંબરને 20,000 રૂપિયા અને ક્લાસિક મેંબરને કાર્ડ ખોવાઇ જવા અથવા ચોરી થવાની દશામાં 5,000 રૂપિયા કેશ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેથી વધુ કાર્ડ ખોવાઇ અથવા ચોરી થતાઅં 15 દિવસ પહેલાં ફિશિંગ અને ઓનલાઇન ફ્રોડનું કવર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ કવરની મેક્સિમમ રકમ 3 લાખ રૂપિયા હોય છે.
CPP ની વાર્ષિક મેંબરશિપ ચાર્જ
ક્લાસિક સિંગલ પ્લાન- 1649 રૂપિયા
પ્રીમિયમ જોંઇટ પ્લાન- 2049 રૂપિયા
પ્લેટિનમ ફેમિલિ પ્લાન- 2599 રૂપિયા