દેશની ત્રણ મોટી બેંકોના વિલયથી ગ્રાહકોને મળશે 4 મોટા ફાયદા
બેંક ઓફ બરાડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની ઘોષણા કરી દેવામાં આવી છે
નવી દિલ્હી : બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયની જાહેરાત થઇ ચુકી છે. કેન્દ્ર સરકારે બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલય પર મંજૂરીની મહોર મારી દીધી છે. સરકારનાં આ નિર્ણયની સાથે જ એસબીઆઇની સહયોગી બેંકોના વિલય બાદ બેંકિંગ ક્ષેત્રનું આ બીજુ સૌથી મોટુ વિલય ગણાશે. આ નવી બેંક 1 એપ્રિલથી કામ કરવા લાગશે. આ નિર્ણયની માહિતી આપતા નાણા સચિવ રાજીવ કુમારે કહ્યું કે, અને દેના બેંક, વિજયા બેંક અને બેંક ઓફ બરોડાના વિલયનો નિર્ણય લીધો છે. આ ત્રણેય બેંકોના વિલય બાદ બનેલી બેંક દેશની ત્રીજી સૌથી મોટી બેંક હશે. વિલયના આ નિર્ણય પછી ગ્રાહકોને 4 મોટા ફાયદા થશે.
1. બેંક ઓફ બરોડા, વિજયા બેંક અને દેના બેંકના વિલયથી ગ્રાહકો માટે સેવાનો વ્યાપ વધી જશે. દક્ષિણ ભારતમાં વિજયા બેંકની મજબૂત પકડ છે જ્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં બેંક ઓફ બરોડાનું સારું નેટવર્ક છે. આ સંજોગોમાં ત્રણેય બેંકોના ગ્રાહકોને આખા ભારતમાં સરળતાથી સેવા મળી શકશે.
2. વિદેશોમાં બેંકિંગ સરળ બનશે કારણ કે બેંક ઓફ બરોડાનું વિદેશમાં સઘન નેટવર્ક છે. બેંક ઓફ બરોડાની બ્રાન્ચ ઘાના, ન્યૂઝી લેન્ડ, બોટ્સવાના, યુકે, ન્યૂ યોર્ક, કેન્યા, સાઉદી અરબ, યુગાન્ડા, સિડની અને બ્રસેલ્સ સહિત અનેક દેશોમાં છે. વિલય પછી બેંક પાસે દેશ-વિદેશમાં કુલ 9,485 બ્રાન્ચ ખુલી જશે.
3. ત્રણ બેંકોના મર્જર પછી બનનારી બેંક દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક હશે અને એની પાસે ભરપુર પુંજી હ શે. આ સંજોગોમાં બેંક ગ્રાહકનો આકર્ષવા માટે અનેક યોજના લોન્ચ કરી સકે છે. આ વિલયને કારણે બેંકો પાસે ગ્રાહકોની સંખ્યા વધશે અને બેંક માટે પણ ગ્રાહક સુધી પહોંચવાનું સરળ બની જશે.
4. વિલય પછી બેંકના કર્મચારીઓની સંખ્યા 85,000થી વધારે થશે. આ સંજોગોમાં ગ્રાહકોને વધારે સારી સેવા આપી શકાશે. આ બેંક ખાનગી બેંકોની જેમ જ પોતાના ગ્રાહકો માટે ફાઇનાન્શિયલ અસિસ્ટન્ટની નિમણુંક કરી શકશે.