Risk-free return : શું આવું કોઈના માટે શક્ય છે કે, મોંઘવારીના સમયમાં જો કોઈનો મહિનાનો પગાર 25,000 રૂપિયા હોય તો તે આરામથી 1 કરોડનુ સેવિંગ કરી શકે છે. આ સો ટકા શક્ય છે, પરંતુ તે સરળ નથી. કારણ કે, તેના માટે તમને લાંબા ગાળા સુધી રોકાણ કરવુ પડશે. તમારા પગારનો એક હિસ્સો નિયમિત રીતે જમા કરાવતા રહેવું પડશે. જો તમારો પગાર 25000 રૂપિયાથી લઈને 35000 રૂપિયાની વચ્ચે છે, તો તમે પણ આ ટ્રીક ફોલો કરીને સરળતાથી રૂપિયા જમા કરી શકોછો. ત્યાર જાણી લો ઓછા પગારમાં તોતિંગ બચતનો આ ફંડા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

SIP દ્વારા ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સૌથી બેસ્ટ રીત
જો તેમ ઓછા પગારમાં મોટું ફંડ એકત્રિત કરવા માંગો છો તો SIP ના માધ્યમથી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ બની રહેશે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમા તમે નિયમિત રીતે દર મહિને એક રકમ જમા કરવાની હોય છે. ભલે શરૂઆતમાં આ રકમ ઓછી હોય, પરંતું તે લાંબા ગાળામા તમને રૂપિયા એકઠા કરવામાં મદદરૂપ બનશે. કારણ કે, તમને કમ્પાઉન્ડિંગનો ફાયદો મળે છે.


ઘરમાં ત્રીજા બાળકની કિલકારી ગુંજી, તો છીનવાઈ ગયું ભાજપના બે કાઉન્સિલરોનું પદ


દર મહિને કેટલી બચત કરવાની રહેશે
જો તમારો પગાર 25000 રૂપિયા દર મહિનાનો છે, તો તમરા પગારનો 15-20 ટકા રકમ ઈન્વેસ્ટ કરવાનો લક્ષ્યાંક રાખવો. માની લો કે જો તમે એસઆઈપીના માધ્યમથી કોઈ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનામા પ્રતિ મહિના 4000 રૂપિયા રોકો છો, તો તેના પર તમને 12 ટકા વાર્ષિક રિટર્ન મળે છે. આ જોતા, તમને 1 કરોડ રૂપિયા બચાવવામાં 28 વર્ષ (339 મહિના) થી થોડો વધુ સમય લાગશે. બસ, તમારે વચ્ચે કોઈ પણ અડચણ વગર રોકાણ કરવાનું રહેશે. 


બસ, આટલા કલાકમાં ટકરવાની તૈયારીમાં છે રેમલ વાવાઝોડું : ગુજરાતમાં વાતાવરણમાં શરૂ થઈ હલચલ


જો તમે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરશો તો 26 વર્ષ (317 મહિના) જેટલા સમયમાં તમે 1 કરોડ રૂપિયા બચાવી લેશો. જોત મે દર મહિને 7500 રૂપિયા એટલે કે તમારા પગારમાંથી 30 ઈન્વેસ્ટ કરો છો, તો તે 23 વર્ષ (276 મહિના) માં 1 કરોડ રૂપિયા બચાવી લેશો 


ઓછા સમયમાં મોટું ફંડ જમા કરવા માટે શું કરશો
જો તમે ઈચ્છો છો કે 1 કરોડ રૂપિયા જમા કરવા માટે 28 વર્ષ રાહ જોવાની જરૂર નથી, તો દર વર્ષે તમારી એસઆઈપીની રકમમા 10 ટકાનો વધારો કરો. દર વર્ષે તમારો પગાર વધવા પર આ રકમમાં વધારો કરતા રહેવાનું. આવુ કરવાથી તમે 22 વર્ષમાં 4000 રૂપિયા શરૂ કરીને 1 કરોડથી વધુનું ફંડ જમા કરી શકશો. 


હવામાન વિભાગ પહેલા ચોમાસાની આગાહી કરતો પત્થર, ભીષણ ગરમીમાં પાણીનું ટીપું ક્યાંથી પડે છે આજે પણ રહસ્ય