આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફાર, કરદાતાને થશે ફાયદો
આ વર્ષથી આવકવેરા વિભાગે ફોર્મ 26ASમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ ફોર્મમાં કરદાતાઓને તેમના દ્વારા કરવામાં આવેલી બધા પ્રકારની નાણાકીય લેણ-દેણની જાણકારી આપવામાં આવશે.
નવી દિલ્હીઃ આ વર્ષથી આવકવેરા વિભાગે ફોર્મ 26ASમાં મોટો ફેરફાર કર્યો છે. હવે આ ફોર્મમાં કરદાતાઓને તેમના દ્વારા કરવામાં આવેલી બધા પ્રકારની નાણાકીય લેણ-દેણની જાણકારી આપવામાં આવશે. આ ફોર્મ સ્વૈચ્છિક પાલન તથા આવકવેરા રિટર્નને ઇલેક્ટ્રોનિક રૂપમાં જમા કરાવવામાં સરળતા લાવશે. ફોર્મ 26AS વાર્ષિક ઈન્ટિગ્રેટેડનું સરવૈયુ છે.
આવકવેરો ભરનાર પોતાના પરમિનેન્ટ એકાઉન્ટ નંબર (પાન) દ્વારા આવકવેરા વિભાગની વેબસાઇટ દ્વારા તેના પર પહોંચી શકે છે. આ પહેલા ફોર્મ 26ASમાં કોઈ એક પાનના સ્ત્રોતમાં ઘટાડો અને સ્ત્રોત પર કર સંગ્રહ સિવાય કંઇક વધારાની સૂચના જેમ કે અન્ય કરોની ચુકવણી, રિફંડ અને ટીડીએસ ડીફોલ્ડની જાણકારી હતી.
સીબીડીટીએ કહ્યું કે, વિભાગને નાણાકીય વર્ષ 2015-16થી બચત ખાતામાં જમા-ઉપાડ, અચલ સંપતિઓનું ખરીદ-વેચજાણ, ક્રેડિટ કાર્ડ ચુકવણી, શેરોની ખરીદી, ડિબેન્ચર, વિદેશી મુદ્રા, મ્યૂચઅલ ફંડ, વસ્તુઓ અને સેવાઓ માટે રોકડ ચુકવણી વગેરેની જાણકારી બેન્કો, મ્યૂચઅલ ફંડ કંપનીઓ, બોન્ડ જારી કરનારી સંસ્થાઓ અને રજિસ્ટ્રાર્સ પાસેથી મળી રહી છે. વિભાગે કહ્યું કે, હવે આ બધી સૂચનાઓ નવા ફોર્મ 26એએમસમાં ઉપલબ્ધ રહેશે. સીબીડીટીએ કહ્યું કે, વિશેષ નાણાકીય લેતી-દેતીના લેખા જોખા (એસએફટી) સાથે સંબંધિત આ સૂચનાઓ હવે ફોર્મ 26એએસના ભાગ ઈમાં જોવા મળશે. તેનાથી સ્વૈચ્છિક પાલન, કર જવાબદારી અને ઈ-રિટર્ન દાખલ કરવામાં સરળતા ઉપલબ્ધ થઈ શકશે.
ઑનલાઇન શોપિંગ દરમિયાન થઈ રહ્યો છે મોટો સ્કેમ, સરકારી એજન્સીએ આપી ચેતવણી
કમનું છે આ ફોર્મ 26AS
CBDT પ્રમાણે આ કરદાતાનું વાર્ષિક ટેક્સ સ્ટેટમેન્ટ છે. કરદાતા પોતાના પાન નંબરની મદદથી તેને આવકવેરા વિભાગની સાઇટ પરથી કાઢી શકે છે. જો કોઈએ પોતાની આવક પર ટેક્સ ચુકવ્યો છે અથવા કોઈને થયેલી આવક પર કોઈ વ્યક્તિ/સંસ્થાએ ટેક્સ કાપ્યો છે તો તેનો ઉલ્લેખ પણ કરદાતાને ફોર્મ 26AS માં મળી જાય છે.
આ રીતે ડાઉનલોડ કરો ફોર્મ 26AS
ફોર્મ 26ASને ટ્રેસેસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. ફોર્મ 26ASને ડાઉનલોડ કરવા માટે ઇનકમ ટેક્સ ફાઇલિંગની વેબસાઇટ પર લોગ ઇન કરો. માય એકાઉન્ટ સેક્શનમાં વ્યૂ ફોર્મ 26AS (ટેક્સ ક્રેડિટ) ટેબ પર ક્લિક કરો. ત્યારબાદ ટ્રેસેસની વેબસાઇટ પર પહોંચી જશો. અહીં એસેસમેન્ટ વર્ષ દાખલ કર્યા બાદ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. કરદાતાનો જન્મદિવસ ફોર્મ 26AS ખોલવા માટે પાસવર્ડની જેમ ઉપયોગ થાય છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube