Smallcap Stocks: જે લોકો શેરબજારમાં નાણાંનું રોકાણ કરે છે તેઓ સામાન્ય રીતે નાના શેરો એટલે કે સ્મોલકેપ શેરો (Smallcap Stocks) ને ઘણું મહત્વ આપે છે. વર્ષ 2023માં નિફ્ટી સ્મોલ કેપ 250 ઈન્ડેક્સે 46 ટકાનું ઉત્તમ વળતર આપ્યું છે. આ જ કારણ છે કે રોકાણકારો વર્ષ 2024માં પણ સ્મોલ કેપમાંથી મોટા નફાની અપેક્ષા રાખી રહ્યા છે. સ્મોલ કેપ શેર્સમાં નફો વધારે છે, પરંતુ તેમાં જોખમ પણ વધારે છે. જ્યારે પ્રોફિટ બુકિંગ અથવા અન્ય કોઈ કારણસર શેરબજારમાં ઘટાડો થાય છે, ત્યારે સ્મોલ કેપ શેર્સમાં આ ઘટાડો વધુ ઝડપી થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ઘરેબેઠા લો સરકારી વિભાગની દરેક જાણકારી, જાણો RTI કરવાની ઓનલાઇન પ્રોસેસ
'લક્ષદ્વીપમાં ટૂરિસ્ટ વધવાથી માલદીવને નુકસાન નહી... ફાયદો થશે', વિવાદ વચ્ચે દાવો


મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપના સંદીપ રૈનાનું કહેવું છે કે સ્મોલકેપ શેરોમાં વળતર મળવાની શક્યતા જેટલી વધારે છે, તેટલી જ વધુ નુકસાનની શક્યતા છે. તેથી, રોકાણકારોએ ખૂબ જ સમજી વિચારીને નાના શેરોમાં નાણાંનું રોકાણ કરવું જોઈએ.


Lakshadweep Tourism: લક્ષદ્વીપ જાવ તો આ 5 ડેસ્ટિનેશન્સ કરશો નહી મિસ,યાદગાર રહેશે ટૂર
PM મોદીએ જે લક્ષદ્વીપની મુલાકાત લીધી તે કહેવાય છે 'સ્વર્ગનો ટુકડો', A TO Z માહિતી


લે-વેચમાં ઉતાવળ ન કરો
શેરબજારના નિષ્ણાતો સ્મોલ કેપ્સમાં રોકાણ કરવા માટે ત્રણ મંત્ર આપે છે. પ્રથમ- યોગ્ય સમયે એંટ્રી. બીજું- સ્ટોકને વધવા માટે પૂરતી તક આપવી અને ત્રીજું- સીઝનલ ઉતાર-ચઢાવ માટે તમારા જોખમનું સંચાલન કરવું. એલિઓસ ફાઇનાન્શિયલ સર્વિસિસના શામ ચાંડક કહે છે કે સ્મોલકેપ શેરોનું પ્રદર્શન મોસમી છે અને બારમાસી નથી. તેથી, રોકાણકારોએ આ આધારે ક્ષેત્રો અને થીમ પસંદ કરવી જોઈએ. તેઓ ભૌગોલિક-રાજકીય જેવા અન્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રવેશ બિંદુ પસંદ કરવાની સલાહ આપે છે.


બૈરાઓએ કિચનમાં કરવું જોઇએ આ નિયમોનું પાલન, ક્યારેય ખૂટશે નહી ધન-ધાન
જાંઘ પર જામી ગઇ છે હાથી જેવી ચરબી, 1 મહિનામાં આ રીતે દૂર કરો એકસ્ટ્રા ફેટ


તમારા ઉત્સાહ પર રાખો કંટ્રોલ
અતિશય ઉત્સાહ નુકસાનકારક છે. વર્ષ 2023માં જબરદસ્ત ગ્રોથ જોતા આ વર્ષે પણ ઉત્સાહમાં આમાં વધારે પૈસા લગાવવા યોગ્ય નથી. તમારી બધી મૂડી એકસાથે રોકાણ કરવું જોખમી બની શકે છે. પ્રોફિટ બુકિંગ કે અન્ય કારણોસર બજાર ગમે ત્યારે ઘટી શકે છે. એવામાં તમારી સંપૂર્ણ મૂડીનું રોકાણ કરવાનું જોખમ લેવું એ એક મોટી ભૂલ છે. તેના બદલે, યોગ્ય વ્યૂહરચના એ છે કે સમય જતાં રોકાણમાં ધીમે ધીમે વધારો કરવો.


આ 5 રાશિવાળી માટે સુપર ડુપર રહેશે આ અઠવાડિયું, ઉપરવાળાના રહેશે ચાર હાથ
સોમવારના વ્રત દરમિયાન ભૂલથી ખાશો નહી આ 5 વસ્તુઓ, સહન કરવી પડશે ભોલેનાથની નારાજગી


PE ને વેલ્યૂએશનનો સ્ટીક ફોર્મૂલા માનશો નહી
મોટાભાગના રોકાણકારો PE રેશિયોને કંપનીના વેલ્યુએશનને જોવા માટે સૌથી સચોટ ફોર્મ્યુલા માને છે. પરંતુ સ્મોલ-કેપ શેર પસંદ કરવાની આ યોગ્ય રીત નથી. ઘણી વખત એવું બને છે કે શેરની સરખામણી કરવા માટે ઘણી કંપનીઓ નથી. એવામાં, PE પર આધાર રાખવો ક્યારેક છેતરપિંડી બની શકે છે. નુવામા પ્રોફેશનલ ક્લાયન્ટ્સ ગ્રુપ રૈનાના સંદીપ રૈના કહે છે કે શેરની લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવનાઓ જુઓ. સ્ટોકનું માર્જિન પર્ફોર્મન્સ અને કાર્યરત મૂડીનું વળતર જેવા પરિમાણોને પણ ધ્યાનમાં લો.


બેડ પર જતાં પહેલાં ક્યારેય કરશો નહી આ 5 વસ્તુઓનું સેવન, નહીંતર ધક્કો મારી હડસેલી દેશ
Makar Sankranti ની તારીખને લઈને કન્ફ્યૂઝન? ક્યારે છે Uttarayan 14 કે 15 જાન્યુઆરી?


રિસર્ચ કર્યા વિના ખરીદશો નહી શેર
સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતા પહેલા ઘણું રિસર્ચ કરો. આ સેગમેન્ટની કંપનીઓ ઘણી વખત નાના અને અલગ સેગમેન્ટમાં બિઝનેસ કરે છે. એવામાં કંપનીની નાણાકીય સ્થિતિ તેના લક્ષ્યો અને વૃદ્ધિની સંભાવનાઓને સમજવા માટે ઘણી મહેનત કરવી પડે છે. એલિઓસ ફાઇનાન્શિયલ સર્વિસિસના શામ ચાંડક કહે છે કે રોકાણ કરતા પહેલા ઓછામાં ઓછા 2 વર્ષનો કંપનીઓના વાર્ષિક અહેવાલો વાંચો. કંપનીના બિઝનેસ મોડલ, આવકના સ્ત્રોતો, સ્પર્ધકો અને મેનેજમેન્ટ વિશે માહિતી એકઠી કરો. 


આ મંદિરમાં ભગવાન રામે કરી હતી શિવલિંગની સ્થાપના, દર્શન માત્રથી પૂરી થાય છે મનોકામના!
શિયાળામાં સ્નાન બાદ આ ભૂલથી વધી જાય છે હાર્ટ એટેક, પેરાલિસિસનો ખતરો


મોટા રોકાણકારોને  કરશો નહી નજર અંદાજ
શામ ચાંડક કહે છે કે મોટા રોકાણકારો પાસે કંપનીની વધુ નાણાકીય માહિતી હોય છે અને તેઓ મેનેજમેન્ટનો સીધો સંપર્ક પણ કરી શકે છે. કંપનીના શેરહોલ્ડિંગ પેટર્નમાં કોઈ સંસ્થાકીય રોકાણકાર નથી, તેથી તેની પાછળ કોઈ કારણ હોવું જોઈએ અને રોકાણકારોએ આવા શેર્સ વિશે સાવચેત રહેવું જોઈએ.


બસ દરરોજ 20 થી 25 મિનિટનો સમય કાઢો, નવો રૂપિયો ખર્ચ્યા વિના પેટ જતું રહેશે અંદર
ચા સાથે આ વસ્તુ ખાશો તો સીધા યમલોક પહોંચી જશો? 99 ટકા લોકોને ખબર નહી હોય