હવે આ બેંકે કર્યો વ્યાજ દરમાં ઘટાડો, હોમ-ઓટો લોન થઈ સસ્તી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંક ઓફ બરોડાએ તેના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બેંકમાંથી લોન લેવા પર તમને ઓછું વ્યાજ દર ચુકવવાનું રહેશે.
નવી દિલ્હી: જો તમે આવનારા દિવસમાં કોઇ હોમ લોન અથવા તો ઓટો લોન લેવા ઇચ્છો છો તો આ સમાચાર તમારા માટે ખુબજ ફાયદેમંદ સાબિત થશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંક ઓફ બરોડાએ તેના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બેંકમાંથી લોન લેવા પર તમને ઓછું વ્યાજ દર ચુકવવાનું રહેશે.
આ પણ વાંચો:- Coronavirus: નાણા મંત્રાલય અને RBI 31 માર્ચના રોજ કરશે મીટિંગ, અર્થવ્યવસ્થાને લઇને થશે મોટો ફેંસલો
વ્યાજ દરમાં 0.75 ટકાનો ઘટાડો
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત બાદ BOBએ સોમવારે બરોડા રેપો લિંક્ડ લેન્ડિંગ રેટમાં 75 બેસીસ પોઈન્ટ એટલે કે, 0.75 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડા બાદ બેંકની રિટેલ લોન, પર્સનલ અને માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝના વ્યાજ દર ઘટી 7.25 ટકા થઇ ગયા છે. ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળી શકે છે.
આ પણ વાંચો:- બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
ગત સપ્તાહ એસબીઆઇએ કર્યો હતો વ્યાજ દરમાં ઘટાડો
તમને જણાવી દઇએ કે, સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ તેના રેપો રેટથી જોડાયેલી લોન 0.75 ટકા સસ્તી કરી છે. એસબીઆઈના નવા રેટ 1 એપ્રિલથી લાગુ થશે. ત્યારે બેંક ઓફ ઇન્ડિયાએ રવિવારના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ લેન્ડિંગ રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. એક વર્ષના એમસીએલઆર હવે 7.95 ટકા થઈ ગયો છે. આ સાથે જ BOIએ એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિગ રેટ્સમાં 75 બેસીસ પોઇન્ટ એટલે કે, 0.75 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ એક્સટર્નલ બેંચમાર્ક લેન્ડિગ રેટ ઘટીને 7.25 ટકા થઇ ગયો છે. વ્યાજ દરમાં આ ઘટાડો 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો:- લોકડાઉન દરમિયાન કામ કરનાર કર્મચારીઓને SBI આપશે વધારે વેતન
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસના કહેરને લઇને લોકડાઉન કર્યા બાદ ગત સપ્તાહ રિઝર્વ બેંકે તેના રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય બેંકે તમામ બેંકોને અપીલ કરી છે કે, ગ્રાહકોને આપવામાં આવતી હોમ લોન, ઓટો લોન તેમજ અન્ય લોન પર ત્રણ મહિના માટે રાહત આપવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube