બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો

નબળા ગ્લોબલ સંકેતો અને કોરોના વાયરસના વધતા કેરના કારણે આજે ભારતીય બજારોએ ખુલતાની સાથે જ લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યો છે.

Updated By: Mar 30, 2020, 10:15 AM IST
બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો કડાકો
ફાઈલ ફોટો

નવી દિલ્હી: નબળા ગ્લોબલ સંકેતો અને કોરોના વાયરસના વધતા કેરના કારણે આજે ભારતીય બજારોએ ખુલતાની સાથે જ લાલ નિશાન પર કારોબાર શરૂ કર્યો છે. અઠવાડિયાના પહેલા દિવસે સેન્સેક્સ લગભગ 1015 અંક ગગડીને ખુલ્યો છે. જ્યારે નિફ્ટી 287 અંકોના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે. આ ઉપરાંત બેંક નિફ્ટી પણ 866 અંક નીચે ટ્રેડ કરી રહ્યો છે. 

ગ્રીન નિશાન પર ખુલ્યા આ શેર
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ટીસીએસ, નેસ્લે ઈન્ડિયા, એશિયન પેઈન્ટ્સ, એચસીએલ ટેક, એક્સિસ બેંક, યુપીએલ, વિપ્રો, અને એનટીપીસીના શેર લીલા નિશાન સાથે ખુલ્યા. 

લાલ નિશાન સાથે ખુલ્યા આ શેર
ઈન્ડસઈન્ડ બેંક, ઓએનજીસી, યુપીએલ, સન ફાર્મા, વેદાંતા લિમિટેડ, એમએન્ડ એમ અને જેએસડબલ્યુ સ્ટીના શેર લાલ નિશાન સાથે ખુલ્યા. 

જુઓ LIVE TV

સેક્ટોરિયલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે તમામ સેક્ટર્સમાં ઝડપથી વેચાવલી થઈ રહી છે. ઓટો, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યૂરેબલ, એફએમસીજી, હેલ્થકેર, આઈટી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ અને ટેક સેક્ટર્સ લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યાં છે. 

આ બાજુ ડોલરની સરખામણીમાં રૂપિયો આજે 29 પૈસા નબળાઈથી ખુલ્યો. રૂપિયો 75.18ના સ્તરે ખુલ્યો છે. જ્યારે ગત કારોબારી દિવસે ડોલરની સરખામણીએ રૂપિયો 74.89ના સ્તર પર બંધ થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube