Bonus Share: રિલય એસ્ટેટના કારોબારથી જોડાયેલી પેની સ્ટોક ગ્રોવી ઈન્ડિયા (Grovy India Ltd) માં બોનસ ઈશ્યુ પહેલા ભારે ખરીદી જોવા મળી છે. મહત્વનું છે કે કંપની દરેક એક શેર પર 3 ફ્રી શેર આપશે. તે માટે હવે રેકોર્ડ ડેટ સામે આવી રહી છે. તાજેતરમાં કંપનીએ 3:1 ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી હતી. કંપનીના શેર છેલ્લાં પાંચ દિવસમાં 27% વધી ગયા છે. શુક્રવારે કંપનીનો શેર વધી 52 સપ્તાહના નવા હાઈ લેવલ 219 રૂપિયા પર પહોંચી ગયો હતો. પેની સ્ટોકનું 52 સપ્તાહનું લો લેવલ 79 રૂપિયા છે. મહત્વનું છે કે આ વર્ષે કંપનીના શેરમાં 101 ટકાની તેજી આવી છે. એક વર્ષમાં તે 87 રૂપિયાથી વધી વર્તમાન ભાવ સુધી પહોંચી ગયો છે. એટલે કે કંપનીએ 150 ટકાનો જોરદાર નફો કરાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે વિગત
કંપની તેનો 3:1 રેશિયોનો પ્રથમ બોનસ ઈશ્યુ લોન્ચ કરવા માટે તૈયાર છે. તેણે બુધવાર, ઓક્ટોબર 23, 2024 ને 3:1 ના ગુણોત્તરમાં બોનસ શેર ઇશ્યૂ કરવા માટેની રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી. ઉદાહરણ તરીકે, ધારો કે જો કોઈ રોકાણકાર રેકોર્ડ તારીખ સુધી 500 ઈક્વિટી શેર ધરાવે છે, તો તેને 1,500 બોનસ શેર મળશે, તેના શેરની કુલ સંખ્યા 2,000 થઈ જશે. તમને જણાવી દઈએ કે જો કોઈ કંપની 3 બોનસ શેર માટે એક શેર જાહેર કરે છે, તો તેનો અર્થ એ થશે કે વર્તમાન શેરધારકને એક વર્તમાન શેરના બદલામાં 3 વધારાના શેર મળશે.


આ પણ વાંચોઃ Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ


કંપનીનો કારોબાર
ગ્રોવી ઈન્ડિયા લિમિટેડની સ્થાપના વર્ષ 1985માં રિયલ એસ્ટેટ સંપત્તિઓને વિકસિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. અત્યાર સુધી ગ્રોવી ઈન્ડિયા પોતાની ટીમ દ્વારા વિકસિત કરેલા લક્ઝરી આવાસોની સાથે દક્ષિણી દિલ્લીમાં ટોપ બિલ્ડરોમાંથી એકના રૂપમાં સક્રિય છે.