Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ

IPO News: દેશનું પ્રાઇમરી માર્કેટ આગામી સપ્તાહે ખુબ વ્યસ્ત રહેવાનું છે. હ્રુન્ડઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ 15 ઓક્ટોબરે રિટેલ ઈન્વેસ્ટરો માટે ઓપન થશે. આ દેશના ઈતિહાસનો સૌથી મોટો આઈપીઓ હશે. મહત્વનું છે કે હ્યુન્ડઈ આઈપીઓ સિવાય 2 અન્ય કંપનીઓના આઈપીઓ પણ આગામી સપ્તાહે ખુલવાના છે.

Hyundai Motor જ નહીં આગામી સપ્તાહે આ કંપનીના IPO પણ ખુલશે, જાણો પ્રાઇસ બેન્ડ

નવી દિલ્હીઃ 14મી ઓક્ટોબરે ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ આ દિવસે એન્કર ઈન્વેસ્ટર્સ માટે ખુલશે. દેશના ઈતિહાસમાં આ સૌથી મોટો આઈપીઓ હશે. Hyundai Motor Indiaના IPOનું કદ રૂ. 28,870 કરોડ છે. તમને જણાવી દઈએ કે, આ કંપની સિવાય ઘણી કંપનીઓના આઈપીઓ આવતા સપ્તાહે ખુલી રહ્યા છે. ચાલો તેમના વિશે જાણીએ

-Hyundai Motor Indiaનો IPO LIC IPO કરતા મોટો હશે
સરકારી વીમા કંપની LIC ઇન્ડિયાનો IPO 2022માં આવ્યો હતો. કંપનીના IPOનું કદ રૂ. 21,008 કરોડ હતું. અગાઉ પેટીએમનો આઈપીઓ 2021માં આવ્યો હતો. Paytmના IPOનું કદ રૂ. 18,300 કરોડ હતું. તે જ સમયે કોલ ઈન્ડિયાનો 2010માં આઈપીઓ આવ્યો હતો. કોલ ઈન્ડિયાના આઈપીઓનું કદ રૂ. 15,199 કરોડ હતું. Hyundai Motor Indiaના IPOનું કદ આ મોટી કંપનીઓ કરતા મોટું હશે.

1- એન્કર રોકાણકારો 14 ઓક્ટોબરે હ્યુન્ડાઈ મોટર આઈપીઓ પર દાવ લગાવી શકશે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના આઈપીઓની પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 1865 થી રૂ. 1960 નક્કી કરવામાં આવી છે. કંપનીનો IPO 14 ઓક્ટોબરે એન્કર રોકાણકારો માટે ખુલશે. રિટેલ રોકાણકારો 15 ઓક્ટોબરથી ત્યાં દાવ લગાવી શકશે. તે જ સમયે, IPO 17 ઓક્ટોબરે બંધ થશે. કંપની ઓફર ફોર સેલ દ્વારા 14.2 કરોડ શેર ઈશ્યુ કરશે. તમને જણાવી દઈએ કે, કંપનીએ કર્મચારીઓ માટે દરેક શેર પર 186 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે.

2- લક્ષ્ય Pwoertech IPO
આ SME સેગમેન્ટનો IPO 16 ઓક્ટોબરે ખુલશે. રોકાણકારોને 18 ઓક્ટોબર સુધી દાવ લગાવવાની તક મળશે. કંપની IPO દ્વારા 50 કરોડ રૂપિયા એકત્ર કરવાનો પ્રયાસ કરશે. IPO સંપૂર્ણપણે તાજા ઈશ્યુ પર આધારિત હશે. તમને જણાવી દઈએ કે, IPOની પ્રાઇસ બેન્ડ 171 રૂપિયાથી 180 રૂપિયા પ્રતિ શેર છે. કંપની NSEમાં લિસ્ટેડ થશે.

3- Freshara Agro Exports IPO
આ IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 110 થી 116 રૂપિયા નક્કી કરવામાં આવી છે. કંપનીનો આઈપીઓ તાજા ઈશ્યુ પર આધારિત હશે. IPOનું કદ રૂ. 75.40 કરોડ છે. તમને જણાવી દઈએ કે, IPO 17 ઓક્ટોબરે ખુલશે. આ IPOનું લિસ્ટિંગ NSEમાં પણ કરવામાં આવશે 

(આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતોની સલાહ લો.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news