Bonus Share: સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર (Siddhika Coatings Limited)માં આજે સોમવારે કારોબાર દરમિયાન 5 ટકાની અપર સર્કિટ લાગી હતી. કંપનીના શેર 322.35 રૂપિયાના ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયો હતો. કંપનીના શેરમાં આ તેજી પાછળ એક મોટું કારણ છે. હકીકતમાં સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર 19 જુલાઈએ એક્સ બોનસમાં ટ્રેડ કરશે. નોંધનીય છે કે કંપનીએ તાજેતરમાં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. એટલે કે દરેક શેર પર કંપનીનો એક વધારાનો શેર મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેરની સ્થિતિ
સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેરની 52 વીકની હાઈ પ્રાઇઝ 322.50 રૂપિયા અને 52 વીકની લો પ્રાઇઝ 171.20 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 99.59 કરોડ રૂપિયા છે. સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડની લેટેસ્ટ માલિકી પેટર્નથી જાણવા મળે છે કે પ્રમોટરો પાસે 63.29 ટકા, રિટેલ ઈન્વેસ્ટરો પાસે 36.91 ટકા અને ઘરેલુ સંસ્થાગત ઈન્વેસ્ટરો પાસે 0 ટકા ભાગીદારી છે.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ તૈયાર થઈ જાઓ! ચોમાસામાં પૈસાનો વરસાદ થશે, જાણો કેટલું વધશે DA


કંપનીનો કારોબાર
સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડ એક ભારતીય-આધારિત કંપની છે. કંપની કુદરતી અને કૃત્રિમ રેઝિન, મોલ્ડિંગ પાવડર, એડહેસિવ અને સિમેન્ટ, તેલના રંગો, ડિસ્ટેમ્પર્સ, સેલ્યુલર પેઇન્ટ, રંગો, વાર્નિશ, દંતવલ્ક (સોના અને ચાંદીના પાંદડાના દંતવલ્ક સહિત), સાબુ અને અન્ય ચીજવસ્તુઓની આયાત અને નિકાસ કરે છે.


શેર બજારની સ્થિતિ
નોંધનીય છે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ સોમવારે 455 લાખ કરોડ રૂપિયાના નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે. બીએસઈનો 30 શેરવાળો સેન્સેક્સ 145.52 પોઈન્ટ કે 0.18 ટકાની તેજી સાથે 80,664.86 પોઈન્ટના રેકોર્ડ સ્તર પર બંધ થયો છે. દિવસના કારોબાર દરમિયાન તે 343.2 પોઈન્ટ કે 0.42 ટકા વધી 80,862.54 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. શેરમાં તેજી વચ્ચે બીએસઈની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધી 4,55,06,566.48 કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. બજારની બે દિવસની તેજીમાં ઈન્વેસ્ટરોની સંપત્તિમાં 3.85 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.