કેન્દ્રીય કર્મચારીઓ તૈયાર થઈ જાઓ! ચોમાસામાં પૈસાનો વરસાદ થશે, જાણો કેટલું વધશે મોંઘવારી ભથ્થું!

Central government employees da hike: જુલાઈનો મહિનો ચાલી રહ્યો છે અને આ ડિસાઇડિંગ મહિનો હોય છે. તેનાથી ખબર પડે છે કે મોંઘવારી ભથ્થા (DA Hike)માં કેટલો વધારો થયો છે. આ વચ્ચે AICPI ઈન્ડેક્સના મે 2024ના આંકડા અપડેટ થઈ ગયા છે. 

કેન્દ્રીય કર્મચારીઓ તૈયાર થઈ જાઓ! ચોમાસામાં પૈસાનો વરસાદ થશે, જાણો કેટલું વધશે મોંઘવારી ભથ્થું!

નવી દિલ્હીઃ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને વરસાદ પડી રહ્યો છે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓ પર ખુશીઓનો વરસાદ થશે. જલ્દી મોંઘવારી ભથ્થામાં મોટો વધારો જોવા મળી શકે છે. જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને આ ડિસાઇડિંગ મહિનો હોય છે. ત્યારબાદ ખબર પડે છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થયો છે. આ વચ્ચે AICPI ઈન્ડેક્સના મે 2024ના નંબર્સ અપડેટ થઈ ગયા છે. તે પ્રમાણે મોંઘવારી ભથ્થું 53 ટકા પહોંચી ગયું છે. હવે બસ જૂનના નંબર આવવાના બાકી છે, જે 31 જુલાઈએ રિલીઝ થશે. 

મોંઘવારી ભથ્થાની વર્તમાન સ્થિતિ
વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 50 ટકા મોંઘવારી ભથ્થું મળે છે, જેને માર્ચ 2024માં વધારવામાં આવ્યું હતું. મોંઘવારી ભથ્થાનો દર ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) પર નિર્ભર રહે છે, જે ફુગાવાના દરને દર્શાવે છે. AICPI ઈન્ડેક્સના આંકડાના આધાર પર મોંઘવારી ભથ્થાનો સ્કોર નક્કી થાય છે. હજુ સુધી મોંઘવારી ભથ્થાના 5 મહિના એટલે કે મે 2024 સુધીના નંબર આવ્યા છે. હવે જૂનના નંબર્સ આવવાના છે, તો જુલાઈના અંતમાં જૂનના આંકડા આવવાથી મોંઘવારી ભથ્થાનો ફાઈનલ સ્કોર જાણવા મળશે.

DA માં કેટલો થશે વધારો?
અનુમાન છે કે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. જો તેમ થાય છે તો કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 53% પહોંચી જશે. હકીકતમાં મે 2024 AICPI ઈન્ડેક્સ 139.9 પોઈન્ટ પર પહોંચી ગયો છે. તેમાં 0.5 પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. તેના આધાર પર મોંઘવારી ભથ્થાની ગણતરી 52.91 ટકા થઈ ગઈ છે. તેને 53 ટકા ગણવામાં આવશે. પરંતુ હજુ એક મહિનો રાહ જોવાની છે. એક્સપર્ટ પ્રમાણે કેલકુલેશનના આધાર પર જૂન 2024માં પણ ઈન્ડેક્સ 0.5 ટકા વધી શકે છે. જો તેમ થાય તો મોંઘવારી ભથ્થાના સ્કોર પર કોઈ અસર જોવા મળશે નહીં. 

મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કે નહીં?
નોંધનીય છે કે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય એટલે કે ઝીરો થશે નહીં. મોંઘવારી ભથ્થાની ગણતરી ચાલતી રહેશે. હકીકતમાં તેને લઈને કોઈ નિયમ નથી. છેલ્લે આ ત્યારે કરવામાં આવ્યું હતું, જ્યારે બેઝ યરમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે બેઝ યર બદલવાની હાલ કોઈ જરૂર નથી. તેથી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાના દરથી આગળ વધશે. 

મોંઘવારી ભથ્થામાં થશે 1% નું નુકસાન
જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના નંબર્સથી નક્કી થશે કે જુલાઈ 2024થી કર્મચારીઓને કેટલું મોંઘવારી ભથ્થું મળશે. હજુ જૂનના નંબર્સ આવવાના બાકી છે, જે જુલાઈના અંતમાં રિલીઝ થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સનો નંબર 138.9 પોઈન્ટ પર હતો, જેનાથી મોંઘવારી ભથ્થું વધી 50.84 ટકા થઈ ગયું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સ 139.2 પોઈન્ટ, માર્ચમાં 138.9 પોઈન્ટ, એપ્રિલમાં 139.4 પોઈન્ટ અને મેમાં 139.9 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આ પેટર્ન પર મોંઘવારી ભથ્થું 51.44 ટકા, 51.95 ટકા, 52.43 ટકા અને 52.91 ટકા પહોંચી ગયું છે. અત્યાર સુધીના ટ્રેન્ડ્સ પ્રમાણે કર્મચારીઓને 1 ટકાનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે. 

હજુ કેટલો થશે વધારો?
એક્સપર્ટ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં વધુ તેજી આવશે નહીં. પરંતુ 1 ટકાનું નુકસાન રહેશે. જુલાઈમાં DA hike 3 ટકા થઈ શકે છે. તેને 53 ટકા કરી દેવામાં આવસે. શૂન્ય થવાની સંભાવના નથી. AICPI Index થી નક્કી થનાર ડીએનો સ્કોર હાલ 52.91 ટકા પર છે. જો ઈન્ડેક્સમાં હજુ 0.5 ટકાનો વધારો થાય છે તો મોંઘવારી ભથ્થું 53.28 ટકા થશે. એટલે કે તેને 53 ટકા માનવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news