નવી દિલ્હીઃ દર મહિનાની પ્રથમ તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થાય છે. 1 સપ્ટેમ્બર મહિના માટે ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરવામાં આવશે. આ આર્ટિકલમાં અમે તમને જણાવી રહ્યાં છીએ, જેની મદદથી ઓનલાઇન ગેસ બુક કરવા પર તમને 50 રૂપિયાની છૂટ મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિસકોલથી સિલિન્ડર બુકિંગ
તમે પણ જાણો છે, ઘરેલૂ ગેસ સિલિન્ડર બુક કરવો કેટલો સરળ થઈ ગયો છે. આ કામ ઘરે બેસીને થોડી સેકેન્ડમાં કરી શકાય છે. તેના માટે તમારે પોતાના રજીસ્ટર નંબરથી મિસકોલ કે મેસેજ કરવાનો રહે છે. તમારા નંબર પર મેસેજ દ્વારા કન્ફર્મ બુકિંગની સૂચના આવે છે. ડિલિવરી બોય તમારા ઘરે સિલિન્ડર પહોંચાડી દે છે. 


ઓનલાઇન પેમેન્ટ
તમે ડિલિવરી લો છે અને પહોંચ પર જેટલા પૈસા લખેલા હોય છે એટલા ચુકવવાના હોય છે. તે તમારી પાસે એક રૂપિયો વધુ માગતા નથી. ડિજિટલ જમાનામાં કેશની પણ જરૂર નથી. તમે ઓનલાઇન અને નેટ બેન્કિંગની મદદથી પેમેન્ટ કરી શકો છો. 


GST Council Meeting: રાજ્યોને વળતર આપવા કેન્દ્ર ઉધાર લેશે પૈસા, RBIનો પણ વિકલ્પ  


50 રૂપિયા કેશબેક મળશે
પરંતુ જો તમે ઈચ્છો કે તમારા ગેસ સિલિન્ડરનું બુકિંગ સસ્તામાં થઈ જાય તો તમે અહીં જણાવેલ રીતનો ઉપયોગ કરી શકો છો. જો તમે એમેઝોન પે દ્વારા ગેસ સિલિન્ડર બુક કરાવો છો તો તમને 50 રૂપિયા પરત મળશે. એમેઝોન પે પર ઇન્ડેન ગેસ, ભારત ગેસ અને એચપી ગેસ કંપનીઓના ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. તે માટે તમારે એમેઝોન એપના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે, ત્યારબાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઇડરની પસંદગી કરો અને અહીં તમારો રજીસ્ટર મોબાઇલ નંબર કે એલપીજી નંબર એન્ટર કરો. તમારે એમેઝોન પે દ્વારા પેમેન્ટ કરવું પડશે. 


ક્યાં સુધી છે આ ઓફર?
હાલમાં આ ઓફર માત્ર 31 ઓગસ્ટ સુધી છે. ગેસ સિલિન્ડરનું પેમેન્ટ થયા બાદ તમારા ઘરમાં ડિલીવર થઈ જશે. મહત્વનું છે કે તમે ઉમંગ એપની મદદથી ભારત, ઇન્ડેન અને એચપી સહિત બધી કંપનીઓના સિલિન્ડર બુક કરાવી શકો છો. સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરો. તેમાં તમારે રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમે સિલિન્ડર બુક કરાવી શકશો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube