Gandhinagar News : ગાંધીનગરમાં 886 એકરમાં પથરાયેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ભારતનું સર્વપ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર છે. ગિફ્ટ સિટીની સંરચના પાછળનો મુખ્ય હેતુ IFSC, મલ્ટી-સર્વિસીઝ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન તથા એક્સક્લુઝિવ ડોમેસ્ટિક ઝોનની કામગીરી માટે પરિદ્રશ્યની રચનાનું છે. ત્યારે આ ગિફ્ટ સિટીએ ઐતિહાસિક સ્થાન હાંસિલ કર્યું છે. ગિફ્ટ સિટી હવે ગુજરાતનું નવુ નાણાંકીય હબ બન્યું છે. કારણ કે, GIFT Nifty એ SGX Nifty નું સ્થાન લીધું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં વૈશ્વિક વેપારનો યુગ આજથી એટલે કે 3જી જુલાઈથી બદલાઈ ગયો છે. જેનુ શ્રેય ગુજરાતને જાય છે. આ માટે ગાંધીનગરનું ગિફ્ટ સિટી કારણભૂત બન્યું છે. ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. જે લંડન, ન્યૂ યોર્ક, સિંગાપોર, દુબઈ અને હોંગકોંગ જેવાં વૈશ્વિક નાણાંકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવાની યોજના ધરાવે છે. આમ, હવે ગિફટ સિટી ભારતનું હોંગકોંગ બનવા તૈયાર થઈ ગયું છે. જે ટ્રેડિંગ અત્યાર સુધી સિંગાપોરમાં થતુ હતુ, તે હવે ગુજરાતના ગિફ્ટ સિટીમાં થશે. 


દ્વારકા મંદિરમા ફરી બદલાયો ધજા ચઢાવવાનો નિયમ : આજથી પાંચના બદલે છ ધજા ચઢશે, જાણો કેમ


ગુજરાતનું GIFT CITY નવું નાણાકીય હબ બનશે. આજે બપોરે 3.30 વાગ્યાથી તેની નવી શરૂઆત થશે. સિંગાપોર એટલે કે SGX નિફ્ટીના સ્થાને હવે GIFT નિફ્ટી કહેવાશે. સિંગાપોરના બદલે હવે ગાંધીનગરથી જ ટ્રેડિંગ થશે. આમ, ગુજરાતનું ગિફ્ટ સિટી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાંકીય હબ બનવા જઈ રહ્યું છે. ભારતને આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળવો મોટી વાત છે. GIFT નિફ્ટી સવારે 4 વાગ્યાથી બીજા દિવસે સવારે 2 વાગ્યા સુધી ટ્રેડિંગ થઈ શકશે. 


આ સાથે અગાઉના લગભગ 7.5 અબજ ડોલરના ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સ જે અત્યાર સુધી સિંગાપોરમાં ટ્રેડિંગ કરતા હતા, તે આજે 3 જુલાઈથી ભારતમાં શિફ્ટ થયા છે. સરકાર તેને દુબઈ, મોરેશિયસ અને સિંગાપોર જેવા અન્ય વૈશ્વિક નાણાકીય કેન્દ્રોની સ્પર્ધા તરીકે બનાવવાનો પણ આગ્રહ કરી રહી છે. ભારતીય વેપાર બજાર અને ગુજરાતના ગિફ્ટ સિટી માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગિફ્ટ નિફ્ટીની શરૂઆત સાથે સમગ્ર બેઝને સિંગાપોર એક્સચેન્જમાંથી NSE ઈન્ટરનેશનલ એક્સચેન્જ માં ગાંધીનગર ગુજરાતમાં ખસેડવાનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ગુજરાતના ગિફ્ટ સિટીને નવા નાણાકીય હબ તરીકે જોવામાં આવી રહ્યું છે.


Guru Purnima : સાળંગપુરમાં દાદાને સોનાનો શણગાર કરાયો, આ તસવીરો જોઈને નજર નહિ હટે તમારી


ગિફ્ટ સિટીમાં ટ્રેડિંગનો સમય અલગ રહેશે 
SGX નિફ્ટીમાં હાલમાં સવારે 06:30 થી 10:30 વાગ્યા સુધી 16 કલાકનો ટ્રેડિંગ છે. પરંતુ, તે હવે ઘરઆંગણે હોવાથી GIFT નિફ્ટી સવારે 4 વાગ્યાથી બીજા દિવસે સવારે 2 વાગ્યા સુધી એટલે કે ટ્રેડિંગના 21 કલાક સુધી ટ્રેડિંગ કરશે. આ સમય ભારતીય સમય અનુસાર છે. સોમવારના ફેરફાર પછી, યુએસ ડૉલરમાં નામાંકિત તમામ નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સ ફક્ત NSE IFSC પર જ વેપાર કરશે.


ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા SP સામે મોરચો માંડ્યો, જેલ ભરો આંદોલનની આપી ચીમકી


ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ 
એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી બાલાસુબ્રમણ્યમને ટાંકીને એક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે ભારત માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. આ પહેલીવાર હશે જ્યારે ભારતને કોઈ આંતરરાષ્ટ્રીય કોન્ટ્રાક્ટ મળશે. પહેલા તેને ભારતની બહાર નિકાસ કરવી પડતી હતી.


ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું : આજથી 3 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી