Top-5 Stocks to Buy: વૈશ્વિક બજારોમાંથી સારા સંકેત છે. ચીને કેટલાક શેરોના શોર્ટ સેલિંગ પર રોક લગાવી છે. બજારમાં સ્થિરતા લાવવા માટે આ પગલું ભરાયું છે. બે દિવસમાં અમેરિકી બજારોમાં સારું એક્શન જોવા મળ્યું. ગુરુવારે Dow માં 240 અંકની તેજી રહી. આ ગ્લોબલ સંકેતોની અસર આજે ઘરેલુ બજારોમાં પણ જોવા મળી રહી છે એવું લાગે છે. આ બધા વચ્ચે બજેટ પહેલા પણ બજારમાં એક્શન જોવા મળી રહી છે. કંપનીઓના ત્રિમાસિક પરિણામો પણ આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્કેટ પર અસર નાખનારા આ સેન્ટીમેન્ટ્સ વચ્ચે અનેક શેર લાંબા સમયગાળાના દ્રષ્ટિકોણથી આકર્ષક જોવા મળી રહ્યા છે. બજારના હાલના સેન્ટીમેન્ટ્સમાં બ્રોકરેજ હાઉસ શેરખાને 5 ક્વોલિટી શેરોમાં લોંગ ટર્મ માટે રોકાણની સલાહ આપી છે. જેમાં Cipla, Dalmia Bharat, Mahanagar Gas, Birlasoft, KEI Industries ના શેરો સામેલ છે. રોકાણકારોને આગામી 12 મહિનામાં આ શેરોમાંથી દમદાર 29 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. જાણો આ શેરો વિશે વિગતો...


Cipla
Cipla ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1600 રૂપિયા છે. 25 જાન્યુઆરી 2024ના રોજ શેરનો ભાવ 1374 રૂપિયા પર બંધ થયો હતો. આ પ્રકારે આગળ સ્ટોક માં 16 ટકા રિટર્ન મળી શકે છે. 


Dalmia Bharat
આ કંપનીના શેર ઉપર પણ શેરખાન દ્વારા ખરીદીની સલાહ અપાઈ છે. પ્રતિ શેર ટાર્ગેટ 2830 રૂપિયા છે. 25 જાન્યુઆરીએ શેરનો ભાવ 2200 રૂપિયા પર બંધ થયો હતો. આ પ્રકારે આગળ સ્ટોકમાં 29 ટકા રિટર્ન મળી શકે છે. 


Mahanagar Gas
પ્રતિ શેર ટાર્ગેટ 1530 રૂપિયા છે. 25 જાન્યુઆરીના રોજ શેરનો  ભાવ 1379 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે આગળ સ્ટોકમાં 11 ટકા રિટર્ન મળી શકે છે. 


Birlasoft 
પ્રતિ શેર ટાર્ગેટ 950 રૂપિયા છે. 25 જાન્યુઆરીએ શેરનો ભાવ 950 રૂપિયા છે. 25 જાન્યુઆરીના રોજ શેરનો ભાવ 820 રૂપિયા પર બંધ થયો. એ જ રીતે આગળ સ્ટોકમાં 16 ટકા રિટર્ન મળી શકે છે. 


KEI Industries
KEI Industries ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ શેરખાને ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 3800 રૂપિયા છે. 25 જાન્યુઆરીના રોજ શેરનો ભાવ 3182 રૂપિયા પર બંધ થયો હતો. આ રીતે આગળ સ્ટોકમાં 20 ટકા રિટર્ન મળી શકે છે. 


 (Disclaimer: આ સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવેલી છે. આ ઝી24કલાકના વિચાર નથી. રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લો.)


અહેવાલ- સાભાર સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube