નવી દિલ્હી: સરકારી કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ની સેવાઓને જ ખાસકરીને જોઇએ તો નાણાકીય વર્ષ 2018-19માં કંપનીનું નુકસાન 12,000 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. આ જાણકારી સત્તાવાર સૂત્રોએ આપી. બીએસએનએલના બોર્ડની બેઠક ફરી 16 એપ્રિલના રોજ થશે, જેમાં રોકાણની અન્ય યોજનાઓની સાથે-સાથે વાર્ષિક પરિણામોના વલણ પર ચર્ચા પણ થઇ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે 4 એપ્રિલના રોજ થયેલી બેઠકમાં માનવ સંસાધન સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા થઇ. તેમણે કહ્યુંક એ જો સરકારી પ્રોજેક્ટ દ્વારા થયેલી આવકને ઉમેરી દેવામાં આવે તો પણ નુકસાનમાં સામાન્ય ઘટાડો આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ DTH કંપનીના સબ્સક્રાઇબર જ્યારે ઇચ્છશે ત્યારે બદલી શકશે પ્લાન


તેમણે કહ્યું કે કંપનીનું નાણાકીય સંકટ ફેબ્રુઆરીમાં ઉજાગર થયું અને સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ. આ પ્રકારનું નુકસાન વધીને લગભગ 50 ટકા થઇ ગયું છે. બીએસએનએલે છેલ્લા 13 વર્ષોથી નુકસાનમાં છે, પરંતુ નુકસાનના પોતાના આંકડા આપી રહી છે. આંકડા ત્યારે સામે આવ્યા જ્યારે મંત્રીએ સંસદમાં પ્રશ્નોના જવાબ આપ્યા. તે સમયે સુધી કંપનીના નુકસાન અને સંચાલનની સમીક્ષા સાર્વજનિક થઇ ન હતી. નાણાકીય અએન ટેલિકોમ વિશેષજ્ઞોને કંપનીની હાલનું વિશ્લેષણ કરવા માટે મેનેજમેન્ટ દ્વારા વિશ્વસનીય જાણકારી મળી નથી.

મોબાઇલ યૂજર્સ માટે NETFLIX લાવ્યું સસ્તો પ્લાન, 65 રૂપિયામાં જુઓ વેબ સીરીઝ


બીએસએનએલે કહ્યું કે આ અસૂચિબદ્ધ કંપની છે, એટલા માટે આંકડા સાર્વજનિક કરવાની અનિવાર્યતા નથી. ટેલિકોમ મંત્રી મનોજ સિન્હાએ ગત વર્ષે ડિસેમ્બરમાં સંસદને જણાવ્યું હતું કે બીએસએનએલનું વાર્ષિક નુકસાન 2017-18માં વધીને 7,992 કરોડ રૂપિયા થઇ ગયું. તે પહેલાં 2016-17માં કંપનીનું નુકસાન 4,786 કરોડ રૂપિયા રહ્યું. વિશ્લેષક જણાવે છે કે ફેબ્રુઆરીમાં બીએસએનએલમાં પગારનો મુદ્દો સામે આવ્યા બાદ તેમના મનમાં કંપનીની વાસ્તવિક નાણાકીય સ્થિતિને લઇને ઘણા પ્રશ્નો ઉદભવ્યા.

Paytm માં નોકરી કરવાની ઉત્તમ તક, 300 લોકોની કરવાની છે ભરતી


ફેબ્રુઆરીમાં પગારનો મુદ્દો ઉજાગર થયા બાદ કોટક ઇક્વિટીઝે કહ્યું કે બીએસએનએલનું કુલ નુકસાના 90,000 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2008માં છેલ્લે કંપનીને ફાયદો થયો હતો, ત્યારબાદથી કંપનીને 2009 થી માંડીને 2018 સુધી 82,000 કરોડ રૂપિયાનું સંચયી નુકશાન થયું છે.