નવી દિલ્હીં: સરકારી ટેલિકોમ કંપની Bharat Sanchar Nigal Limited (BSNL) ગ્રાહકોને આકર્ષવાની કોઈ તક છોડતી નથી. મોબાઈલ રિચાર્જ પ્લાન અને ઇન્ટરનેટ ડેટાની કોમ્પિટિશન વચ્ચે BSNL વધુ એક જબરદસ્ત રિચાર્જ પ્લાન લાવી છે. BSNL એ તાજેતરમાં 249 રૂપિયાની યોજના શરૂ કરી છે. Airtel, Jio અને Vi જેવી ટેલિકોમ કંપનીઓને આ યોજનાથી જબરદસ્ત હરીફાઈ મળી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

249 રૂપિયાના પ્લાનમાં શું છે ખાસ?
અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com અનુસાર, BSNL એ તાજેતરમાં 249 રૂપિયાના રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ યોજનામાં પ્રિપેઇડ ગ્રાહકોને દરરોજ 2GB Data આપવામાં આવી રહ્યો છે. આ સિવાય યુઝર્સને કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળી રહી છે. ઓફર્સ અહીં સમાપ્ત થતી નથી. આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMS ફ્રી મળે છે. BSNL ના આ રિચાર્જ પ્લાનની માન્યતા 60 દિવસની છે. આ એક પ્રીપેડ રિચાર્જ યોજના છે. તમને જણાવી દઈએ કે આ First Recharge Coupon (FRC) ફક્ત ગયા મહિને જ એક પ્રમોશનલ ઓફર તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ યોજના ફક્ત તે ગ્રાહકો માટે છે કે જેઓ પ્રથમ વખત તેમનો નંબર રિચાર્જ કરી રહ્યાં છે.


આ પણ વાંચો:- Gold Price Today: સોનું 10,000 રૂપિયા સસ્તું! જાણો આજની માર્કેટ પ્રાઈઝ


બે મહિના માટે રિચાર્જમાંથી મુક્તિ
BSNL ના આ 249 રૂપિયાના રિચાર્જ પ્લાનની માન્યતા 60 દિવસની છે. એટલે કે, એકવાર ગ્રાહકો રિચાર્જ થયા પછી, બે મહિના માટે ફરીથી રિચાર્જ કરવાની જરૂર નથી.


આ પણ વાંચો:- Facebook રાખે છે તમારી પળેપળ પર નજર..તમે શું ખાઓ છો એની પણ ફેસબુકને છે ખબર


ટૂંક સમયમાં જ આખા દેશમાં શરૂ થશે 4G સેવા
તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે BSNL ને દેશભરમાં 4G સેવા શરૂ કરવાની મંજૂરી આપી છે. હવે BSNL દેશભરમાં 4G સેવાઓ પૂરી પાડશે. પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી ટેલિકોમ કંપનીએ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube