Facebook રાખે છે તમારી પળેપળ પર નજર..તમે શું ખાઓ છો એની પણ ફેસબુકને છે ખબર

હાલમાં જ ફેસબુક (Facebook) ના કરોડો યુઝર્સને ઝટકો આપે તેવા સમાચાર આવ્યા હતા. ફેસબુક (Facebook) ના યુઝર્સના ડેટા લીક થયા હતા. જેમાં યૂઝર્સના ફોન નંબર, ઈમેઈલ આઈડી, ફોટોસ અને ઘણી બધી પર્સનલ ઈન્ફોર્મેશન હતી. હવે એક યૂઝરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે.

Facebook રાખે છે તમારી પળેપળ પર નજર..તમે શું ખાઓ છો એની પણ ફેસબુકને છે ખબર

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. જે જુઓ તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો યુઝ કરતું હોય છે. લોકો પોતાની દરેક માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો તે ખતરનાક હોય શકે છે. શું તમે જાણો છો કે તમારું માનીતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તમારી એક એક હરકત પર નજર રાખે છે?

હાલમાં જ ફેસબુક (Facebook) ના કરોડો યુઝર્સને ઝટકો આપે તેવા સમાચાર આવ્યા હતા. ફેસબુક (Facebook) ના યુઝર્સના ડેટા લીક થયા હતા. જેમાં યૂઝર્સના ફોન નંબર, ઈમેઈલ આઈડી, ફોટોસ અને ઘણી બધી પર્સનલ ઈન્ફોર્મેશન હતી. હવે એક યૂઝરે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે જણાવ્યું છે કે કેવી રીતે ફેસબુક (Facebook) યૂઝર્સનો ડેટા ટ્રેક કરે છે.

આવી રીતે પડી ખબર
સામાન્ય રીતે તમે જોયું હશે કે, તમે કોઈ બ્રાન્ડ કે વસ્તુ માટે તમારા ફોનના બ્રાઉઝરમાં સર્ચ કરો છો, તો ફેસબુક(Facebook) સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને એની જાહેરાત જોવા મળે છે. આખરે આ કેવી રીતે થાય છે. તે જાણીએ Zamaan Queshi પાસેથી. ઝમાન ટ્વિટર યૂઝર છે. જેમના પ્રમાણે જ્યારે તેને ખબર પડી કે તે પણ ડેટા લીકનો શિકાર થયા છે, તો તેણે ફેસબુક(Facebook) પરથી પોતાનો ડેટા ડાઉનલોડ કરવાનો નિર્ણય કર્યો.

આટલી માહિતી ધરાવે છે ફેસબુક (Facebook)
ફેસબુક(Facebook)માંથી ડાઉનલોડ કરેલા ડેટામાંથી તેમને કેટલીક ચોંકાવનારી વિગતો મળી. જેમાં your_off_facebook_activuty નામનો ડેટા પણ મળ્યો. એટલે કે તમે ફેસબુક(Facebook)ની બહાર શું કરો છો તેની જાણકારી. જ્યારે ઝમાને આ ડેટા ખોલીને જોયો તો તેને ખબર પડી કે ફેસબુક(Facebook) તેની અનેક પ્રકારની જાણકારી એકઠી કરી રહ્યું હતું. જેમાં તેણે ઑનલાઈન જે ફૂડ ઑર્ડર કર્યું હતું તે, તેણે યુનિવર્સિટીને આપેલી એપ્લિકેશન અને સર્ચ ક્વેરી સામેલ હતા.

તમારા ઑર્ડર કરેલા પિઝ્ઝાની છે ખબર
ઝમાને કેટલાક સ્ક્રીન શૉટ્સ પણ શેર કર્યા છે. જેના પરથી સાબિત થાય છે કે ફેસબુક(Facebook)ને ખબર છે કે તેણે ઑનલાઈન પિઝ્ઝા ક્યારે ઓર્ડર કર્યો હતો. ક્યાંથી કર્યો હતો તેની પણ માહિતી ફેસબુક(Facebook) પાસે હતી. આ જાણીને ઝમાન ચોંકી ગયા હતા.

આનાથી બચવું કેવી રીતે?
આનાથી બચવાનો ઉપાય પણ ઝમાને જ જણાવ્યો. તેમણે કહ્યું કે, આ ઘટના બાદ તેમણે ફેસબુક(Facebook)ના ટ્રેકિંગ ફીચરને ડિસેબલ કરી દીધું. સાથે તેણે બ્રાઉઝર હિસ્ટ્રીને પણ ક્લીઅર કરી દીધી. ઝમાનનું કહેવું છે કે, જે લોકો પોતાના ડેટાની પ્રાઈવસી ઈચ્છે છે તો આ ઓપ્શનને તરત જ ઑફ કરી દેવી જોઈએ. સાથે જ જો વધુ સિક્યોરિટી જોઈએ છે તો ફેસબુક(Facebook) અને તેની સાથે જોડાયેલી એપ્સ ફોનથી તરત હટાવી દો, તમે જરૂર પડે તો બ્રાઉઝરમાંથી તેનો ઉપયોગ કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news