બજેટ 2019: વર્ષ 2014થી 2018ના બજેટમાં મોદી સરકાર પાસેથી એજ્યુકેશન સેક્ટરમાં શું મળ્યું ખાસ, અહીં જાણો
નરેંદ્ર મોદી સરકાર બીજા કાર્યકાળનું પહેલું બજેટ શુક્રવારે (5 જુલાઇ)ના રોજ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 2019-20નું પૂર્ણ બજેટ લોકસભામાં 5 જુલાઇના રોજ રજૂ કરશે. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ચાલુ નાણાકીય વર્ષનું વચગાળાનું બજેટ શુક્રવારે 1 ફેબ્રુઆરી 2014ના રોજ રજૂ કર્યું હતું.
નવી દિલ્હી: નરેંદ્ર મોદી સરકાર બીજા કાર્યકાળનું પહેલું બજેટ શુક્રવારે (5 જુલાઇ)ના રોજ રજૂ થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 2019-20નું પૂર્ણ બજેટ લોકસભામાં 5 જુલાઇના રોજ રજૂ કરશે. સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતાં ચાલુ નાણાકીય વર્ષનું વચગાળાનું બજેટ શુક્રવારે 1 ફેબ્રુઆરી 2014ના રોજ રજૂ કર્યું હતું. ત્યારબાદ મોદી સરકાર અલગ-અલગ ક્ષેત્રોમાં ઘણી યોજાનાઓની જાહેરાત કરી. એવામાં જાણીએ કે 2014થી માંડીને 2018 સુધી મોદી સરકારે એજ્યુકેશન સેક્ટરમાં શું ખાસ આપ્યું છે. આ ઉપરાંત શિક્ષણને લઇને મોદી સરકાર શું જાહેરાત કરી શકે છે.
આર્થિક સર્વે 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીને પ્રાપ્ત કરવાની રૂપરેખા છે: PM મોદી
બજેટ 2018-19માં શિક્ષણ માટે શું હતું ખાસ
- વર્ષ 2018-19ના સામાન્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે કુલ 85 હજાર 10 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
- તેમાંથી 50 હજાર કરોડ રૂપિયા સ્કૂલ શિક્ષણ માટે, જ્યારે 35,010 કરોડ રૂપિયા ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી હતી.
- નવોદય વિદ્યાલયના આધારે આદિવાસીઓ માટે એકલવ્ય સ્કૂલ ખોલશે.
- ઇંસ્ટિટ્યૂટ્સ ઓફ એમિનેંસ સ્થાપિત કરવાની યોજના
- વડોદરામાં રેલવે યૂનિવર્સિટી સ્થાપિત કરવાનો પ્રસ્તાવ
- આઇઆઇટી અને એનઆઇટીમાં 16 નવા પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર સ્કૂલ ઓટોનોમસ મોડમાં સ્થાપિત થશે.
- નેશનલ સોશિયલ આસિસ્ટેંટ પ્રોગ્રામ હેઠળ ઘણા કામ કરવામાં આવી રહ્યા છે.
- શિક્ષકોનું સ્તર સુધારવું, 13 લાખથી વધુ શિક્ષકોને ટ્રેનિંગ આપવાનું લક્ષ્ય છે.
- દેશભરમાંથી એક હાજર બીટેક વિદ્યાર્થીઓને આઇઆઇટીમાં રિસર્ચ માટે સિલેક્ટ કરવામાં આવશે અને તેને સરકાર આકર્ષક ફેલોશિપ આપશે.
#EconomicSurvey: કવર પેજ દર્શાવે છે મોદી સરકારનું વિઝન, જાણો શું છે ખાસ
શિક્ષણ બજેટ વર્ષ 2017-18 માટે ખાસ
- 2017-18 ના કેંદ્વીય બજેટમાં મોદી સરકારે એજ્યુકેશન સેક્ટરને 79686 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા.
- તેમાં સ્કૂલી શિક્ષણ માટે 46356.25 કરોડ અને બાકીની રકમ ઉચ્ચ શિક્ષણ માટે આપવામાં આવી.
- ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં ઓનલાઇન કોર્સીસની શરૂઆત થશે.
- ઝારખંડ અને ગુજરાતમાં એમ્સ ખુલશે.
- સરકારે દેશભરમાં 1500 મલ્ટી કુશળતા તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
શિક્ષણ બજેટ વર્ષ 2016-17 માટે શું હતું ખાસ
- ત્રણ વર્ષમાં કૌશલ વિકાસ યોજના હેઠળ એક કરોડ યુવાનોને ટ્રેઇન કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
- સરકારે એક હજાર કરોડ રૂપિયાની આરંભિક પૂંજીના આધાર સાથે હાયર એજ્યુકેશન ફાઇનાન્સિંગ એજન્સી (હેફા) સ્થાપિત કરવાનો નિર્ણય કર્યો હતો. જેની નિધિઓનો ઉપયોગ સરકાર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં આધારભૂત માળખામાં સુધારા માટે કરશે.
- બજેટમાં રાષ્ટ્રીય શિક્ષા મિશન માટે 28010 કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ છે.
- જેમાંથી સર્વ શિક્ષા અભિયાન માટે 22500 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે.
- સ્કૂલો માટે મધ્યાહન ભોજન રાષ્ટ્રીય કાર્યક્રમ માટે 9700 કરોડ રૂપિયા અને એકીકૃત બાળ વિકાસ યોજના માટે 16120 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
આર્થિક સર્વે 2018-19: 2025 સુધી અર્થવ્યવસ્થા 5 લાખ કરોડ ડોલર બનાવવાનો લક્ષ્ય, જાણો મહત્વપૂર્ણ વાતો
વર્ષ 2015-16માં શું થયું હતું
- નાણાકીય વર્ષ 2014-15માં સરકારે સર્વ શિક્ષણ અભિયાન માટે 28,635 કરોડ રૂપિયા અને રાષ્ટ્રી માધ્યમિક શિક્ષણ અભિયાન માટે 4966 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
- ગ્રામીણ વિસ્તારોમાં રહેનાર બાળકો સુધી સારું શિક્ષણ સસ્તા ભાવમાં પુરૂ પાડવામાં આવશે.
- છોકરીઓના શિક્ષણ મટે મહિલા બેંક એજ્યુકેશનલ લોનની સુવિધા ઉપલબ્ધ કરાવે.
- પંજાબ, હિમાચલ, અસમ, જમ્મૂ કાશ્મીર અને તમિલનાડુમાં એમ્સ બનાવવામાં આવશે.
- ધનબાદના આઇએસએમને પૂર્ણ આઇઆઇટીનો દરજ્જો આપવામાં આવશે.
- કર્ણાટકમાં આઇઆઇટી અને જમ્મૂમાં આઇઆઇએમ બનાવવામાં આવશે.
- મહારાષ્ટ્રમાં ત્રણ નેશનલ ફાર્મા ઇંસ્ટીટ્યૂટ ખુલશે.
LIVE : નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે
વર્ષ 2014-15માં શુ થયું હતું
- પહેલા તબક્કામાં બધી કન્યા શાળાઓમાં શૌચાલય અને પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવશે.
- તેમાં સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) માટે રૂપિયા 28635 કરોડ તથા રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા- અભિયાન (આરએમએસએ) માટે 4966 કરોડની રકમ પુરી પાડવામાં આવી રહી છે.
- 30 કરોડના શરૂઆતી ખર્ચથી શાળા મૂલ્યાંકન કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
- નવા તાલીમ સાધનો લગાવવા અને શિક્ષકોને પ્રોત્સાહન હેતુ ''પંડિત મદનમોહન માલવીય તથા શિક્ષક તાલીમ કાર્યક્રમ'' હેતુ માટે 500 કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
- હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર, ઓરિસ્સા અને રાજસ્થાનમાં 5 આઇઆઇએમ.
- ઉચ્ચ અભ્યાસ હેતુ શિક્ષા સંબંધી લોન માટે માનદંડોનું સરલીકરણ
Budget 2019 : બે ભાગમાં રજૂ થાય છે આર્થિક સર્વે, જાણો કોણ કરે છે તૈયાર
બજેટ 2019માં આ છે આશાઓ
શુક્રવારે રજૂ થનાર બજેટમાં શિક્ષણ ક્ષેત્રમાં ઘણી આશાઓ છે. ખાસકરીને હાયર એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી શકે છે. તો બીજી તરફ વિદ્યાર્થીઓને પણ આ બજેટ પાસે ઘણી આશાઓ છે. આ વર્ષ એજ્યુકેશન સેક્ટરમાં ડિજિટલ ઇન્ડીયાની ઝલક જોવા મળી શકે છે. તો બીજી તરફ ઘણા વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોનમાં છૂટ અને સરળતાની આશાઓ છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું મોદી સરકાર આગામી બજેટમાં એજ્યુકેશન સેક્ટરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આશાઓ પર ખરી ઉતરી શકશે.
શું છે અપેક્ષાઓ
સીટા સોલ્યુશન્સના ફાઉન્ડર ચેરમેન કિરણ સુતરીયાએ જણાવ્યું હતું કે " હાલના સંજોગોમાં ભારતીય આઈ.ટી કંપનીઓને વૈશ્વિક ક્ષેત્રે સ્પર્ધા કરવા પ્રોત્સાહન આપવા માટે સરકારે IT ઉદ્યોગની વર્તમાન નીતિમાં વધારે લાભો અને છુટછાટ આપવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. અમે આઇઓટી ( ઇન્ટરનેટ ઓફ થીંગ્સ ) અને રોબોટિક્સ અંગેની જાહેરાતની પણ અપેક્ષા રાખીએ છીએ કારણ કે તે આઇટી ઉદ્યોગનો આગામી યુગ હશે."