Budget 2019: જાણો શું છે દેશના એક તૃતિયાંશ યુવાનોની મોદી સરકાર પાસે આશાઓ
આગામી થોડા કલાકોમાં નિર્મલા સીતારમણ બજેટ (Budget 2019) રજૂ કરશે. દરેક સેક્ટરને સરકાર પાસે ઘણી આશાઓ છો. દેશના યુવાનોને પણ આશા છે તેમના માટે શિક્ષણ અને રોજગાર સંબંધમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તેમાં કોઇ બેમત નથી કે જો વડાપ્રધાન નરેંદ્ર મોદીને 300થી વધુ સીટો મળી છે તો તેમાં યુવાનોનો મોટો ફાળો છે. આ ચૂંટણીમાં તો લગભગ 8 કરોડ એવા મતદારો હતા જેમણે પ્રથમવાર મતદાન કર્યું. આ યુવાનોની પહેલી પસંદ પીએમ મોદી હતા. દેશમાં 18 માંથી 35 વર્ષના લગભગ 35 કરોડ મતદારો આ વખતે મોદી સરકારને ચૂંટીને લાવ્યા છે.
નવી દિલ્હી: આગામી થોડા કલાકોમાં નિર્મલા સીતારમણ બજેટ (Budget 2019) રજૂ કરશે. દરેક સેક્ટરને સરકાર પાસે ઘણી આશાઓ છો. દેશના યુવાનોને પણ આશા છે તેમના માટે શિક્ષણ અને રોજગાર સંબંધમાં મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તેમાં કોઇ બેમત નથી કે જો વડાપ્રધાન નરેંદ્ર મોદીને 300થી વધુ સીટો મળી છે તો તેમાં યુવાનોનો મોટો ફાળો છે. આ ચૂંટણીમાં તો લગભગ 8 કરોડ એવા મતદારો હતા જેમણે પ્રથમવાર મતદાન કર્યું. આ યુવાનોની પહેલી પસંદ પીએમ મોદી હતા. દેશમાં 18 માંથી 35 વર્ષના લગભગ 35 કરોડ મતદારો આ વખતે મોદી સરકારને ચૂંટીને લાવ્યા છે.
BUDGET 2019 LIVE : મોદી સરકાર- 2.0નું પ્રથમ બજેટ, જાણો શું-શું મળી શકે છે ભેટ
આ યુવાનોમાં મોટાભાગના વિદ્યાર્થી છે જેમને આશા છે કે એજ્યુકેશન લોનમાં રાહત મળશે. બેંક પાસેથી તેમને સરળતાથી લોન મળે, જેથી પોતાના અભ્યાસને સારી રીતે કરી શકે. વિદ્યાર્થીઓની માંગ છે કે એજ્યુકેશન લોનની વ્યાજદરોનું અંતર ઓછું થઇ જાય. આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સરકાર મદદ કરે. જે યુવાનો રમત-ગમતમાં રૂચિ ધરાવે છે, તે ઇચ્છે છે કે રમત-ગમત સાથે જોડાયેલા સામાન સસ્તા થવા જોઇએ.
ટેક્સપેયર્સને આજે મળશે મોટી ખુશખબરી, સરકાર વધારી શકે છે 80Cમાં છૂટની સીમા
હાલમાં દેશની સમક્ષ બેરોજગારી મોટી સમસ્યા છે. મોટાભાગના યુવાનો બેરોજગાર છે. બેરોજગાર યુવાનોને આશા છે કે બજેટમાં રોજગારના મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે. સરકારી નોકરીમાં ખાલી પડેલી લાખો સીટોને જલદી ભરવામાં આવે. સ્કિલ ઇન્ડીયા પ્રોગ્રામને સારી અને અસરકારક રીતે લાગૂ કરવામાં આવે. સ્ટાર્ટઅપ યોજનાના નિયમ સરળ હોય. પીએમ મોદી સતત કહે છે કે બેરોજગારીની સમસ્યા ત્યાં સુધી દૂર ન થઇ શકે જ્યાં સુધી યુવાનોની વિચારસણી નહી બદલે. જે દિવસે દેશના યુવાનો નોકરી લેવાના બદલે નોકરી આપવા વિશે વિચારવા લાગશે, બેરોજગારીની સમસ્યા ધીમે-ધીમે દૂર થઇ જશે.