નવી દિલ્હીઃ આ દાયકાના પહેલા અને મોદી સરકાર 2.0ના બીજા બજેટમાં દરેક વર્ગ માટે જાહેરાત કરવામાં આવી છે, તેવામાં અમે તમને બજેટ-2020ની 21 મોટી જાહેરાત બતાવી રહ્યાં છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. સસ્તા મકાનની ખરીદી માટે દોઢ લાખ રૂપિયાની સબ્સિડી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે. 


2. સરકારે બેન્ક ડિપોઝિટ પર વીમાની મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ કરી દેવામાં આવી છે. મતલબ જો બેન્ક ડૂબે છે કો બેન્કના ગ્રાહકને 5 લાખ રૂપિયા સુધી મળી જશે. 


3. 7 હજાર કિલોમીટરના રેટલે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


4. નવી હાઈસ્પીડ ટ્રેનની સાથે-સાથે નવી તેજસ ટ્રેન ચલાવવાની પણ જાહેરાત થઈ છે. 


5. ચાર નવા રેલવે સ્ટેશનોના નિર્માણ પીપીવી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલથી કરવાની જાહેરાત કરવામાં આવી છે. 


બજેટ ભાષણઃ નિર્મલા સીતારમન સૌથી વધુ વખત બોલ્યા 'ટેક્સ', 7 વખત રોજગાર અને 12 વખત કિસાનનો ઉલ્લેખ


6. શિક્ષણ માટે 99 હજાર 300 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી.


7. માર્ચ 2021 સુધી 150 નવા ડિપ્લોમાં ઇન્સ્ટીટ્યૂટ ખોલશે. 


8. નેશનલ પોલીસ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત.


9. આયુષ્મા ભારત યોજનામાં હોસ્પિટલોની સંખ્યા વધારવામાં આવશે.


10. સ્વચ્છ ભારત મિશન માટે 12 હજાર 300 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી. 


ટેક્સ છૂટને લઈને નાણાપ્રધાન નિર્મલા સીતારમને ZEE NEWS પર કર્યો મોટો ખુલાસો


11. મિશન ઇન્દ્રધનુષ જે 12 બીમારીથી લડે છે, તેનો વિસ્તાર થશે.


12. 2025 સુધી ભારતને ટીબી મુક્ત કરવાનું લક્ષ્ય છે. અભિયાનનું નામ હશે- ટીબી હારશે, દેશ જીતશે.


13. 2022 સુધી કિસાનોની આવક બમણી કરવા માટે 16 સૂત્રીય એક્શન પ્લાન.


14. જસદી ખરાબ થતા કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે કિસાન રેલ અને કિસાન ઉડાન યોજના. 


15. પીએમ કુસુમ સ્કીમ દ્વારા 20 લાખ કિસાનોને સોલાર પંપથી જોડવામાં આવશે. 


Budget 2020: તમારા પગાર પ્રમાણે જાણો આવકવેરામાં તમને કેટલો થયો ફાયદો


16. બાગાયતી પાક માટે એક જિલ્લા એક પાક યોજના.


17. 1 લાખ ગ્રામ પંચાયતો સુધી ઇન્ટરનેટ કનેક્ટવિટી પહોંચશે.


18. મહિલા કિસાનો માટે ધન લક્ષ્મી યોજના. 


19. 5 પુરાતત્વિક મહત્વની જગ્યાઓને પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવામાં આવશે.


20. આગામી ત્રણ વર્ષમાં વિજળી ગ્રાહકોને કંપની પસંદ કરવાની આઝાદી મળશે... લાગશે સ્માર્ટ પ્રીપેડ મીટર.


ટેક્સના નવા અને જૂનો દરોને લઈને મૂંઝવણમાં છો, સરળ ભાષામાં સમજો કેમાં થશે ફાયદો


21. નવા સંઘ શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીર માટે 30 હજાર 757 કરોડ રૂપિયા અને લદ્દાખના વિકાસ માટે 5958 કરોડ રૂપિયાની રકમની ફાળવણી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube