ટેક્સના નવા અને જૂનો દરોને લઈને મૂંઝવણમાં છો, સરળ ભાષામાં સમજો કેમાં થશે ફાયદો

નાણામંત્રી નિર્મલા સીતારમને ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. 
 

ટેક્સના નવા અને જૂનો દરોને લઈને મૂંઝવણમાં છો, સરળ ભાષામાં સમજો કેમાં થશે ફાયદો

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમને ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે. નોકરી કરનારા માટે નાણાપ્રધાને શરતોની સાથે છૂટની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, 5 લાખ રૂપિયાની રમક સુધી ઇનકમ ટેક્સ વાળાએ જૂનાની જેમ નવી વ્યવસ્થામાં ટેક્સ આપવો પડશે નહીં. 5થી 7.30 લાખ સુધીના સ્લેબમાં 20%ની જગ્યાએ 10% ટેક્સ આપવો પડશે. 3 અન્ય સ્લેબમાં પણ ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યા છે. પરંતુ આ ફાયદો મેળવવા માટે તમારે 70 છૂટછાટ છોડવી પડશે. 

આવકવેરાના નવા દરો વૈકલ્પિક છે એટલે કે કરદાતા જૂની અને નવી વ્યવસ્થામાં પસંદગી કરી શકશે. મૂંઝવણની શરૂઆત પણ અહીંથી થઈ રહી છે. કરદાતા તે વાતને લઈને ભ્રમમાં છે કે તેને ક્યા ટેક્સ સ્લેબથી ફાયદો થશે. નવા ટેક્સ દરો કે જૂના દરોમાં. આવો અમે તમને સરળ ભાષામાં સમજાવીએ ટેક્સ રિજીમ વિશે..

નવો ટેક્સ સ્લેબ
નવા ઇનકમ સ્બેલમાં 5 લાખ સુધી કોઈ ટેક્સ આપવો પડશે નહીં. 5 લાખથી 7.5 લાખ વચ્ચે તમારે માત્ર 10 ટકા ટેક્સ ભરવો પડશે. જો તમારી આવક 7.5 લાખથી વધુ છે તો તેના પર 15 ટકા ટેક્સ આપવો પડશે. જો તમારી આવક 10 લાખથી 12.50 લાખ રૂપિયા છે તો નવા સ્લેબમાં તમારે 20 ટકા આપવા પડશે અને દર વર્ષે 12.5 લાખથી 15 લાખ કમાનારાએ 25 ટકા ટેક્સ આપવો પડશે. જ્યારે 15 લાખથી ઉપરની આવક પર પહેલાની જેમ 30 ટકા ટેક્સ યથાવત છે. 

BUDGET 2020 Highlights : બજેટ 2020 હાઈલાઇટ્સ, જાણો એક જ ક્લિકમાં તમામ વિગતો

જૂનો ટેક્સ સ્લેબ
જૂના ટેક્સ સ્લેબ 0થી 2.5 લાખ આવક પર કોઈ ટેક્સ નહીં.
2.5 લાખથી 5 લાખ સુધી 5 ટકા
5થી 7.5 લાખ સુધી 20 ટકા
7.5 લાખથી 10 લાખ સુધી 20 ટકા.
10 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ

આ VIDEO પણ ખાસ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news