નવી દિલ્હી: આજે પોતાના બજેટ સંબોધનમાં નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી નિર્મલા સીતારમણે એ હકીકત તરફ સંસદનું ધ્યાન દોર્યું હતું કે અર્થતંત્ર પર કોરોના મહામારીની અસર આવકના નબળા પ્રવાહમાં પરિણમી છે. એની સાથે સમાજના વંચિત લોકો ખાસ કરીને ગરીબો, મહિલાઓ, એસસી અને એસટીને આવશ્યક રાહત પૂરી પાડવા માટે સરકારે ખર્ચ વધાર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2020-21ના સુધારેલા અંદાજ
નિર્મલા સીતારમણે કહ્યું કે ‘અમે કોરોના મહામારી દરમિયાન શ્રેણીબદ્ધ મધ્યમ કદના પૅકેજીસ પસંદ કર્યા જેથી આપણે ઉદભવતી સ્થિતિ અનુસાર આપણા પ્રતિસાદને લક્ષિત અને માપન કરી શકીએ. એક વાર આરોગ્ય સ્થિતિ સ્થિર થઈ અને લૉકડાઉનને ધીમે ધીમે હટાવાયું, આપણે ઘરેલુ માગને પુન:જીવિત કરવા માટે તરત સરકારી ખર્ચ વધારવા તરફ વળી ગયા.’ 


આના પરિણામે રૂપિયા 30.42 લાખ કરોડના ખર્ચનો 2020-21નો બજેટરી અંદાજ હતો તે હવે 2020-21ના સુધારેલા અંદાજ મુજબ રૂ. 34.50 લાખ કરોડ થયો છે. સરકારે ખર્ચની ગુણવત્તા જાળવી રાખી છે. 2020-21ના સુધારેલા અંદાજમાં મૂડી ખર્ચનો અંદાજ રૂ. 4.39 લાખ કરોડ છે જે 2020-21ના બજેટરી અંદાજમાં રૂ. 4.12 લાખ કરોડનો હતો.


નાણાં મંત્રી નિર્મલા સીતારમણે માહિતી આપી કે 2020-21ના સુધારેલા અંદાજમાં નાણાકીય ખાધ જીડીપીના 9.5% મૂકાઇ છે. એને સરકારી દેવા, બહુપક્ષીય ઋણ, નાની બચતના ફંડ્સ અને ટૂંકા ગાળાના ઋણમાંથી પૂરી કરાશે. બીજા રૂ. 80000 કરોડની જરૂર પડશે જેના માટે આપણે આ બે મહિનામાં બજારમાં જઈશું.


બજેટરી અંદાજ 2021-22
અર્થતંત્રને જરૂરી વેગ મળી રહે એ માટે શ્રીમતી સીતારમણે કહ્યું કે ખર્ચ માટે 2021-22નો બજેટરી અંદાજ રૂ. 34.83 લાખ કરોડ છે. એમાં મૂડી ખર્ચ તરીકે રૂ. 5.54 લાખ કરોડનો સમાવેશ થાય છે જે 2020-2021ના બજેટરી અંદાજ કરતા 34.5% વધારો સૂચવે છે.


રાજ્યો માટે ઋણ
નિર્મલા સીતારમણે કહ્યું કે 15માં નાણાં પંચના વિચારો મુજબ સરકાર રાજ્યો પાસેથી શુદ્ધ ઋણને 2021-2022ના વર્ષ માટે જીએસડીપીના 4%ની સામાન્ય ટોચમર્યાદા જાળવી રહી છે. આ ટોચમર્યાદાનો એક ભાગ વધતા મૂડી ખર્ચ પર ખર્ચાશે. જીએસડીપીના 0.5%ની વધારાની ટોચમર્યાદા અમુક શરતોને આધિન આપવામાં આવશે. 15મા નાણાં પંચની ભલામણો મુજબ 2023-24 સુધીમાં રાજ્યો જીએસડીપીના 3%ની નાણાકીય ખાધ પર પહોંચે એ અપેક્ષિત છે.


વધારાના અંદાજપત્રીય સંસાધનો
નાણાં મંત્રીએ કહ્યું કે, ‘ જુલાઇ 2019-20ના બજેટમાં વધારાના અંદાજપત્રીય સંસાધનો અંગે મેં સ્ટેટમેન્ટ 27 શરૂ કર્યું હતું- એમાં ભારત સરકારની યોજનાઓને ભંડોળ આપવા માટે કાર્યરત સરકારી એજન્સીઓના ઋણનો અને જેની ફેરચૂકવણીનો બોજો સરકાર પર છે એનો ઘટસ્ફોટ હતો. 


મારા 2020-21ના બજેટમાં મેં સરકાર દ્વારા એફસીઆઇને અપાતી લોનનો સમાવેશ કરીને આ સ્ટેટમેન્ટનો વ્યાપ અને કાર્યક્ષેત્ર વધાર્યું હતું. આને એક કદમ ઓર આગળ લઈ જતાં આ વર્ષે 2020-21ના સુધારેલા અંદાજમાં હું અંદાજપત્રીય જોગવાઇઓ કરીને ખાદ્યાન્ન સબસિડી માટે એફસીઆઇને એનએસએસએફની લોન બદલવા સૂચવું છું અને 2021-2022ના અંદાજપત્રીય અંદાજમાં એ જ જારી રહેશે.


એફઆરબીએમ એક્ટમાં સુધારો
નાણાં મંત્રીએ કહ્યું, ‘મહેસૂલી મજબૂતીકરણના અમારા માર્ગે આગળ વધવાની અમારી યોજના છે અને 2025-26 સુધીમાં વિત્તીય ખાધ જીડીપીના 4.5%ની નીચે લાવવા ધારીએ છીએ. પહેલાં અમે પાલનને સુધારીને કર આવકમાં વધારો કરીને અને બીજું જાહેર ક્ષેત્રના સાહસો અને જમીનો સહિતની અસ્કયામતોના મોનેટાઇઝેશન દ્વારા આવક વધારીને અમને મહેસૂલી સુદઢ્રીકરણની આશા છે.


નિર્મલા સીતારમણે સંસદને માહિતી આપી કે ઉપર્યુક્ત વ્યાપક માર્ગની સાથે કેન્દ્ર સરકારના રાજવિત્તીય ખાધના લક્ષ્યને હાંસલ કરવા તેઓ એફઆરબીએમ એક્ટમાં સુધારો સૂચવે છે.


રાજ્યોને સોંપણી
નાણાં મંત્રીએ રાજવિત્તીય સમવાયીતંત્ર પ્રતિકટિબદ્ધતાને સ્વીકારી હતી અને કહ્યું કે 15માં નાણાં પંચની ભલામણો અનુસાર સરકાર રાજ્યોનો 41% લંબરૂપ હિસ્સો જાળવી રાખશે. 14માં નાણાં પંચમાં જમ્મુ અને કાશ્મીર રાજ્ય તરીકે સોંપણી માટે પાત્ર હતું. હવે જમ્મુ અને કાશ્મીર અને લડાખના કેન્દ્રશાસિત પ્રદેશને કેન્દ્ર દ્વારા ફંડ્સ પૂરું પડાશે.


પંચની ભલામણો પર નાણાં મંત્રીએ 2020-2021માં 14 રાજ્યોને રૂ. 74340 કરોડ સામે 2021-2022માં 17 રાજ્યોને રૂ. 1,18,452 કરોડ રેવન્યુ ખાધ ગ્રાન્ટ તરીકે પણ પૂરાં પાડ્યા છે.


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube