નવી દિલ્હી: દેશમાં જલદી જ સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે. સરકારે બજેટમાં કસ્ટમ ડ્યૂટી ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હાલ સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી 12.5 ટકા છે. બજેટમાં તેને ઘટાડીને 10 ટકા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ ઘટાડાનો ફાયદો ગ્રાહકોને મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહામારી દરમિયાન સોના અને ચાંદીના વેચાણ પર ખરાબ અસર પડી હતી. ફેસ્ટિવલ સિઝન સાથે તેમાં સુધારો જોવા મળ્યો, પરંતુ બજાર અત્યારે પણ રિકવરીના પ્રયાસો કરી રહ્યું છે. સેક્ટરે સરકાર પાસે માંગ્યું હતું કે સરકાર એવા પગલાં ભરે જેથી માંગમાં વધારો જોવા મળે. સરકારના આજના પગલાંથી કિંમત ઘટતાં માંગમાં વધારાની આશા છે. 

Budget 2021: મિડલ ક્લાસની આશાઓ ભાંગી પડી, Tax Slab માં કોઇ ફેરફાર નહી


દેશની સોનાની માંગ ગત વર્ષ એટલે કે 2020 માં 35 ટકાથી વધુ ઘટીને 446.4 ટન રહી ગઇ. ડબ્લ્યૂજીસીના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ડબ્લ્યૂજીસીના 2020 ની સોનાની માંગના વલણ પર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના લીધે લાગૂ લોકડાઉન અને બહૂમૂલ્ય ધાતુઓના ભાવ પોતાના સર્વકાલિક ઉચ્ચસ્તર પર પહોંચવાની વચ્ચે સોનાની માંગમાં ઘટાડો આવ્યો. જોકે આ સાથે જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે અને સાથે જ સતત સુધારાથી ઉદ્યોગ મજબૂત થયા છે. એવામાં વર્ષ 2021માં સોનાની માંગમાં સુધારાની આશા છે.  

Budget 2021: પેંન્શન વડે થનાર કમાણી પર ચૂકવવો નહી પડે, 75+ વડીલોને ઇનકમ ટેક્સમાંથી છૂટ


રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020 માં ભારતની સોનાની માંગ 35.34 ટકા ઘટીને 446.4 ટન રહી ગઇ છે, જે 2019માં 690.4 ટન હતી. ડબ્લ્યૂજીસીના આંકડા અનુસાર ગત વર્ષે મૂલ્યના હિસાબ સોનાની માંગમા6 14 ટકાનો ઘટાડો આવ્યો અને આ ઘટીને 1.88 લાખ કરોડ રૂપિયા રહી ગયો. 2019માં મૂલ્ય મુજબ સોનાની માંગ 2.17 લાખ કરોડ રૂપિયા રહી હતી.


આ દરમિયાન 2020 માં આભૂષણોની કુલ માંગ માત્રા મુજબ 42 ટકા ઘટીને 315.9 ટન રહી ગઇ, જે 2019માં 544.6 ટન રહી હતી. મૂલ્ય મુજબ આ 22.42 ટકા ઘટીને 1,33,260 કરોડ રૂપિયા રહી ગઇ, જે ગત વર્ષે 1,71,790 કરોડ રૂપિયા રહી હતી. કોવિડ 19ના કારણે લાગૂ પ્રતિબંધોના લીધે આભૂષણોની માંગ પ્રભાવિત થઇ. 


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube