નવી દિલ્હી: વર્ષ 2020-21 માટે દેશનો ઇકોનોમી સર્વે (આર્થિક સર્વે) સંસદમાં નાણામંત્રી સીતારમણએ રજૂ કરી દીધો છે. આ સર્વેથી કોરોના સંકટ દરમિયાન દેશની અર્થવ્યવસ્થાની તસવીર સામે આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી માઇનસ 7.7 ટકા હશે એટલે કે તેમાં 7.7 ટકાનો ઘટાડો આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે આગામી વર્ષે દેશની અર્થવ્યવસ્થામાં સારો સુધારો થશે. આગામી નાણાકીય વર્ષ (2021-22) માં 11 ટકાના ગ્રોથનું અનુમાન છે. 

Budget 2021 : આ વખતે બજેટ કેવું હશે PM Modi એ આપ્યા સંકેત, બજેટ સત્રને ગણાવ્યું ખાસ


ઇકોનોમીની હાલત ખરાબ
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના લીધે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ નબળી રહી છે. તમામ રેટિંગ એજન્સીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વર્ષે જેડીપીમાં 10 ટકાની આસપાસ ઘટાડો આવી શકે છે.આ વર્ષની પહેલી ત્રિમાસિકમાં લગભગ 24 ટકાનો ઘટાડો આવી ચૂક્યો છે. બે ત્રિમાસિકમાં ઘટાડાના આંકડા જાહેર થઇ ચૂક્યા છે. ત્રીજી ત્રિમાસિકમાં પણ જીડીપીમાં ઘટાડો થવાની આશંકા છે. એવામાં બધાની નજર આ સર્વે પર હતી. 


બજેટના તમામ સમાચાર જાણવા માટે કરો ક્લિક...


બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube