Budget 2021: મોંઘા થઈ શકે છે સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક સામાન, ફર્નિચર, સરકાર ડ્યૂટી વધારવાની કરી રહી છે તૈયારી
સરકાર તરફથી સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક સામાનો સહિત 50થી વધુ આઇટમો પર પાંચથી 10 ટકા શુલ્ક લગાવવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ સરકાર 2021ના બજેટમાં (Budget 2021) ટેરિફના દરો વધારી શકે છે. સાથે ઘણી વસ્તુ પર નવા ટેરિફ લગાવી શકે છે. ખાસ કરીને ફિનિશ્ડ ગુડ્સ અને આયાત કરેલો માલ પર ટેરિફ વધી શકે છે. મોટી માત્રામાં કાચા માલથી ઇનપુટ્સના આયાતમાં ટેરિફમાં કમી આવી શકે છે. ખાસ કરીને તે પ્રોડક્ટ પર ડ્યૂટી ઘટાડી શકાય છે, જેની નિકાસ કરી શકાય છે. પરંતુ દેશની બહારથી આવતા સામાનો પર ડ્યૂટી વધારી શકાય છે. સરકાર સ્થાનીક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે, તેથી ફિનિશ્ડ અને આયાતી સામાનો પર ટેરિફ વધારવા પર વિચાર કરી રહી છે.
50થી વધુ આઇટમો પર વધશે ડ્યૂટી!
સરકાર તરફથી સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક સામાનો અને અપ્લાયસેન્સ સહિત 50થી વધુ આઇટમો પર પાંચથી દસ ટકા આયાત શુલ્ક લગાવી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi) આત્મનિર્ભર ભારત યોજના હેઠળ સરકાર સ્થાનીક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે આયાતી સામાનો પર ડ્યૂટી વધારી શકે છે.
આ પણ વાંચોઃ Budget 2021: હાઉસિંગ લોન મુખ્ય રીપેમેન્ટ પર અલગથી કેમ મળવી જોઇએ છૂટ, જાણો એક્સપર્ટનો અભિપ્રાય
200થી 210 અબજ રૂપિયાની વ્યવસ્થા કરશે સરકાર
સૂત્રો પ્રમાણે સરકાર ડ્યૂટીમાં વધારા દ્વારા 200થી 210 અબજ રૂપિયાની વ્યવસ્થા કરવા ઈચ્છે છે. હકીકતમાં કોરોના વાયરસ સંક્રમણ (Corona virus) ને કારણે આવેલી આર્થિક મંદીમાં સરકારની આવકમાં ઘટાડો થયો છે. તેથી આયાતી સામાનો પર ડ્યૂટી વધારવાની તૈયારી ચાલી રહી છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે ડ્યૂટી વધવાથી ફર્નિચર અને ઈ-વાહનોના ભાવમાં વધારો થશે. ખાસ કરીને આઇકિયા અને ટેસ્લાની ગાડીની કિંમત વધી શકે છે. ટેસ્લાએ ભારતીય બજારમાં એન્ટ્રીની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube