Gold Silver Rate: તહેવારોની સીઝનમાં ભારતમાં લોકો મોટા પ્રમાણે સોનાની ખરીદી કરતા હોય છે. જ્વેલર્સ પણ ધનતેરસ (Dhanteras 2023)અને દિવાળી (Diwali 2023)ના ખાસ તહેવાર પર ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અલગ-અલગ ઓફર લાવતા હોય છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમચાાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનું થયું સસ્તું
વાયદા બજારમાં સોના અને ચાંદી બંને લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. આજે 8 નવેમ્બર 2023ના ગોલ્ડ 60396 રૂપિયાના સ્તર પર ખુલ્યું છે. આ સાથે તેની કિંમતમાં ઘટાડો આવ્યો છે અને કાલના મુકાબલે 12 રૂપિયા એટલે કે 0.02 ટકા સસ્તું થઈ 60335 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. કાલે સોનું 60347 રૂપિયાના સ્તર પર બંધ થયું હતું.


ચાંદીના ભાવમાં પણ ઘટાડો
સોના સિવાય આજે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં ચાંદી 214 રૂપિયા સસ્તી થઈ 70420 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. તો શરૂઆતી સમયમાં ચાંદી 70729 રૂપિયા પર ખુલી હતી. ત્યારબાદ તેના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે ચાંદી 70634 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.


આ પણ વાંચોઃ દિવાળી સુધરી! ગૌતમ અદાણીને અમેરિકી સરકારનું ટોનિક મળ્યું, હવે ગ્રૂપના શેર બનશે રોકેટ


8 નવેમ્બર 2023ના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના ભાવ
મુંબઈ- 24 કેરેટ સોનું 61,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
કોલકાતા- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચાઈ રહી છે.
નવી દિલ્હી- 24 કેરેટ સોનું 61,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.
ચેન્નાઈ- 24 કેરેટ સોનું 61,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 76,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.
જયપુર- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.
પટના- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
ગાઝિયાબાદ- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે.
વારાણસી- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે.
ગુરુગ્રામ- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 74,100 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
નોઈડા- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે.
લખનૌ- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.
કાનપુર- 24 કેરેટ સોનું 61,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, ચાંદી 73,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.


આ પણ વાંચોઃ ₹300 થી ₹3209 પર પહોંચ્યો આ મલ્ટીબેગર સ્ટોક, એક લાખના બનાવી દીધા 11 લાખ રૂપિયા


આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ સોના-ચાંદીમાં સામાન્ય ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના કિંમતની વાત કરીએ તો અહીં બંને ઘરેલૂ બજારની જેમ લાલ નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. મેટલ રિપોર્ટ અનુસાર ગોલ્ડ કાલના મુકાબલે 0.04 ટકા સસ્તું થઈ 1968 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર છે. તો ચાંદીની વાત કરીએ તો તે 0.57 ટકા સસ્તી થઈ 22.49 ડોલર પ્રતિ ઔંસ પર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube