₹300 થી ₹3209 પર પહોંચ્યો આ મલ્ટીબેગર સ્ટોક, એક લાખના બનાવી દીધા 11 લાખ રૂપિયા

Multibagger Stock Tube Investment of india: જો કોઈ ઈન્વેસ્ટરે પાંચ વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તે એક લાખ રૂપિયા આજે 10,70,000 રૂપિયા થઈ ગયા હોત.
 

₹300 થી ₹3209 પર પહોંચ્યો આ મલ્ટીબેગર સ્ટોક, એક લાખના બનાવી દીધા 11 લાખ રૂપિયા

Multibagger Stock: ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા કમાલનો શેર છે. જો છ વર્ષ પહેલા તેમાં કોઈએ એક લાખનું રોકાણ કર્યું હોત અને અત્યાર સુધી તેમાં રોકાણ બનાવી રાખ્યું હોત તો તેના એક લાખ આજે 12.67 લાખથી વધુ થઈ ગયા હોત. જો કોઈએ પાંચ વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ વધીને 11 લાખ રૂપિયા થઈ ગઈ હોત.

મંગળવાર 7 નવેમ્બર 2023ના આ સ્ટોક 67.85 રૂપિયા પ્રતિ શેર ઉછળી 3209 રૂપિયા પર બંધ થયો હતો. આ શેર પાંચ વર્ષ પહેલા આશરે 299.90 રૂપિયા પર હતો. તેનો 52 સપ્તાહનો હાઈ 3736.40 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનો લો 2375 રૂપિયા છે. 

ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ ઓફ ઈન્ડિયા તે મલ્ટીબેગર સ્ટોકમાંથી એક છે, જેણે પોતાના ઈન્વેસ્ટરોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. આ શેરની પ્રાઇઝ હિસ્ટ્રી પ્રમાણે તે મલ્ટીબેગર સ્ટોક 6 વર્ષમાં 253.10થી 3209ના સ્તર સુધી પહોંચ્યો છે. ત્રણ નવેમ્બર 2017થી અત્યાર સુધી તેણે 1167.88 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપી ચુક્યો છે. 

છેલ્લા એક મહિનામાં ટ્યૂબ ઈન્વેસ્ટમેનટ ઓફ ઈન્ડિયાના શેરની કિંમત 9.45 ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા છ મહિનામાં તેમાં 23.16 ટકાની તેજી આવી છે. આ વર્ષની વાત કરીએ તો સ્ટોકે 15 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

એક લાખના બની ગયા 11 લાખ
જો કોઈ ઈન્વેસ્ટરે આ મલ્ટીબેગર સ્ટોકમાં એક મહિના પહેલા 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના એક લાખની કિંમત આજે 1,18,280 થઈ જાત, જ્યારે આ વર્ષની શરૂઆતમાં 1 લાખ લગાવ્યા હોત તો તેની કિંમત આજે 115210 રૂપિયા થઈ ગયા હોત. આ રીતે કોઈ ઈન્વેસ્ટરે પાંચ વર્ષ પહેલા આ મલ્ટીબેગર સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેના 1 લાખની કિંમત આજે 10,70,000 રૂપિયા થઈ ગયા હોત.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકામ જોખમો અધીન હોય છે, એટલે ઈન્વેસ્ટ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news