દેશના બેકિંગ ક્ષેત્રમાં આગામી સમયમાં સારી તક મળશે. જો તમે સરકારી બેંકમાં નોકરી કરવા માંગો છો તો તમારે તમારી તૈયારી પુરી કરી લેવી જોઇએ. દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, કેનરા બેંક અને સિંડિકેટ બેંક આ નાણાકીય વર્ષ દરમિયાન એક લાખ નોકરીઓ લઇને આવી રહી છે. આ બેંકોને વેલ્થ મેનેજમેન્ટ, વિશ્લેષણ, ડિજિટલ સેવાઓ માટે યોગ્ય ઉમેદવારની જરૂર છે. બેંક આ ક્ષેત્રોમાં પોતાનો વિસ્તાર કરી બિઝનેસ વધારવાની તૈયારીમાં છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારનો 'મેગા જોબ પ્રોગ્રામ', આ રીતે પુરો થશે 10 લાખ યુવાનોને નોકરી આપવાનો ટાર્ગેટ


સરકારી બેંક હવે આકરી ટક્કર આપશે
દેશની મુખ્ય હ્યુમન રિસોર્સ કંપની ટીમલીઝના અનુસાર સરકારી બેંકોમાં ક્લાક ઓછા અને અધિકારીઓ વધુ હશે. અત્યારે કુલ કર્મચારીઓમાં લગભગ 20 ટકા ક્લાર્ક કેટેગરીમાં આવે છે. ભારતીય સ્ટેટ બેંક એટલે કે એસબીઆઇમાં આ સંખ્યા લગભગ 45 ટકા છે. ટીમલીઝમાં બેકિંગ અને નાણાકીય સેવાના બિઝનેસ હેડ સબ્યસાચી ચક્રવતીનું કહેવું છે કે દેવા ડૂબેલી અથવા એનપીએ સામે લડ્યા બાદ સરકારી બેંક હવે આકરી ટક્કર આપતી જોવા મળી રહી છે. જોકે, તેમનું કહેવું છે કે સરકારી બેંકોની કામ કરવાની રીત નિશ્વિતપણે બદલવી પડશે. આશા છે કે બેંક ભરતી દરમિયાન આ વાતોનું ધ્યાન રાખશે. 


વેતન પણ ખૂબ આકર્ષક
ગત બે વર્ષોમાં સરકારી બેંકોએ દર વર્ષે લગભગ 47,000 કર્મચારીઓને ક્લાર્ક, મેનેજમેંટ ટ્રેની અને પ્રોબેશનરી ઓફિસરના પદ માટે નિમણૂંક કરી છે. ઇકોનોમિક ટાઇમ્સના સમાચાર અનુસાર સિંડિકેટ બેંકના સીઇઓ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે બેંકની રણનીતિક નિમણૂંક થશે. અમને લાગે છે કે બેંક આ વર્ષે 500 લોકોની ભરતી કરશે. તેમણે કહ્યું કે ખાનગી અને વિદેશી બેંકોની તુલનામાં વપગરા પણ ખૂબ આકર્ષક રાખવામાં આવ્યો છે. 

નોકરીઓ ગઈ, નાના ઉદ્યોગોનો ફાયદો ઘટ્યો, નોટબંધી અને GST જવાબદાર: સર્વે રિપોર્ટ


બેંક કરી રહી છે તૈયારી
સરકારી બેંક હવે ખાનગી બેંકોના કર્મચારીઓને ચીફ એથિક્સ ઓફિસર, મુખ્ય માર્કેટિંગ અધિકારી, ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, ચીફ એજ્યુકેશન ઓફિસર, વિશ્લેષણના વડા, ડિજિટલ માર્કેટિંગ પ્રમુખ જેવા પદો પર નિમણૂંક કરી રહી છે. ટીમલીઝના અનુસાર તેમનો વાર્ષિક પગાર 50 લાખ રૂપિયા સુધી જઇ શકે છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઇ ઝડપથી ભરતી પ્રક્રિયાને અમલમાં લાવવા માંગે છે. સાથે જ બેંક 5,000 લોકોને પણ નવા રોલમાં નિમણૂંક કરવાની યોજના બનાવી શકે છે. આઇડીબીઆઇ બેંક પણ ટોચના પદો પર ભરતીની તૈયારીમાં છે.