Business From Home: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે આર્થિક રીતે પગભર હોય. આવી ઈચ્છા ગૃહિણીઓની પણ હોય છે. ઘરની જવાબદારીને કારણે ઘણી મહિલાઓ નોકરી કરી શકતી નથી. પરંતુ તેમની અંદર પણ કંઈક કરવાનો જુસ્સો હોય છે. ગૃહિણીઓમાં અલગ અલગ પ્રકારની આવડત પણ હોય છે. બસ સમસ્યા એ હોય છે કે તેઓ ઘરેથી બહાર જઈને કામ કરી શકતી નથી. આવી સ્થિતિમાં ગૃહિણીઓ કેટલાક બિઝનેસ ઘર બેઠા ચલાવી શકે છે. આ બિઝનેસ એવા છે જેમાં ગૃહિણીઓની મહારથ હોય છે. ગૃહિણીઓની આવડત તેમના માટે કમાણીનો સ્ત્રોત બની શકે છે. આજે તમને કેટલાક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવીએ જેમાં તમે ઘર બેઠા દર મહિને સારી એવી કમાણી કરી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘર બેઠા કમાણી કરાવતા બિઝનેસ


આ પણ વાંચો:


ગૂગલના સીઈઓ Sundar Pichai ની નેટવર્થ જાણી તમે પણ કહેશો, ઓહોહોહો...


વાવાઝોડાના કારણે ધાબા પર લાગેલી સોલર પ્લેટ ઉડી જાય તો વળતર મળે ખરું? ખાસ જાણો


ખેતી કરી તો કરોડપતિ બની જશો, દુનિયાના સૌથી મોંધા મશરૂમની એડવાન્સમાં થાય છે બુકિંગ


ટિફિન સર્વિસ


ઘણા લોકો એવી નોકરી કરતા હોય છે જેમાં તેમને ઘરેથી દૂર રહેવું પડે છે આવા લોકોને રોજ હોટલનું ભોજન ભાવતું નથી. તેઓ હંમેશા ઘરનું સાત્વિક ભોજન શોધતા હોય છે. તેવા માટે ફીન સર્વિસ એક સારું રિટર્ન આપતો બિઝનેસ બનતો જાય છે. આ બિઝનેસ કોઈપણ ગૃહિણી આરામથી શરૂ કરી શકે છે. તેના માટે જ્યાં સૌથી વધારે બીઝી હોય તેવા વિસ્તારમાં ટિફિન સર્વિસ અંગે જાણકારી આપવાની અને ઓર્ડર લેવાના હોય છે ત્યાર પછી તમે લોકોને ઘરનું ભોજન જમાડીને હજારો રૂપિયા કમાઈ શકો છો. 


કેન્ટીન માટે બનાવો ભોજન 


આ ઓપ્શન પણ ખૂબ જ સારી કમાણી કરાવે તેવો છે. તેમાં કેન્ટીન કે પેન્ટ્રી માટે ઓર્ડર લેતા લોકો તમને નિશ્ચિત લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવાનું જણાવી દે છે. તમારે એટલા લોકો માટે ભોજન બનાવીને તે વ્યક્તિ સુધી પહોંચાડવાનું હોય છે. આ રીતે તમે કેન્ટીન કે પેન્ટ્રી માટે ભોજન બનાવીને પણ સારો નફો કમાઈ શકો છો. 


અથાણું બનાવવાનો બિઝનેસ


આપણા દેશમાં એક પણ એવું ઘર નહીં હોય જ્યાં અથાણું ન ખવાતું હોય. આપણે ત્યાં અલગ અલગ પ્રકારના અથાણા ખવાતા હોય છે. પરંતુ આજના સમયમાં નોકરી કરતી મહિલાઓ પાસે એટલું સમય હોતો નથી કે તેઓ દર વર્ષે અથાણું બનાવે. આવી મહિલાઓ ઘરગથ્થુ અથાણા લેવાનું પસંદ કરે છે. તેવામાં અથાણાની સિઝનમાં અથાણા બનાવી આપવાનો ઓર્ડર લઈને તેનું વેચાણ કરી શકો છો. અથાણા બનાવવાનો બિઝનેસ ઓનલાઈન પણ સારો ચાલે છે.


ફૂડ બ્લોગિંગ


લોકોને ભોજન બનાવતા હોય તેવો વીડિયો જોવો ખૂબ જ ગમે છે. અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફૂડ બ્લોગિંગ ના વિડીયો સૌથી વધારે શેર થતા હોય છે. આ કામ ખૂબ જ સરળ છે. તમે જ્યારે પણ ભોજન બનાવો ત્યારે તેનો વિડીયો રેકોર્ડ કરો અને પછી તેને youtube ઉપર અપલોડ કરી દો. જેમ જેમ તમારો વિડીયો વધારે લોકો જોશે તેમ સબસ્ક્રાઈબર અને વ્યુની સંખ્યા વધતી જશે. ત્યાર પછી youtube તમને દર મહિને તમારા વીડિયો માટે પૈસા ચૂકવશે.