ગૂગલના સીઈઓ Sundar Pichai ની નેટવર્થ જાણી તમે પણ કહેશો, ઓહોહોહો...

Sundar Pichai: સુંદર પિચાઈ દુનિયાના ટોપ ટેન સૌથી અમીર પ્રોફેશનલ મેનેજર્સની લીસ્ટમાં આવે છે. મૂળ મદુરાઈના સુંદર પિચાઈ માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેણે આઇઆઇટી ખડકપુરમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે.

ગૂગલના સીઈઓ Sundar Pichai ની નેટવર્થ જાણી તમે પણ કહેશો, ઓહોહોહો...

Sundar Pichai: આલ્ફાબેટ ઇન્ક અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને દરેક વ્યક્તિ ઓળખે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા જાણે છે કે ગત વર્ષે તેને 1800 કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા છે. ભારતીય મૂળના સુંદર પિચાઈની કમાણીમાં 1700 કરોડના સ્ટોક એવોર્ડનો સમાવેશ થાય છે. સુંદર પિચાઈ દુનિયાના એ ટોચના સીઈઓ માંથી એક છે જેનો અરબો રૂપિયા છે.

આ પણ વાંચો:

2022 ની હુરૂન ઇન્ડિયા રીચ લીસ્ટ અનુસાર સુંદર પિચાઈની કુલ સંપત્તિ 131 કરોડ ડોલર એટલે કે 10,215 કરોડ રૂપિયા છે. સુંદર પિચાઈ દુનિયાના ટોપ ટેન સૌથી અમીર પ્રોફેશનલ મેનેજર્સની લીસ્ટમાં આવે છે. મૂળ મદુરાઈના સુંદર પિચાઈ માત્ર ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેણે આઇઆઇટી ખડકપુરમાંથી એન્જિનિયરિંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેણે સ્ટૈનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમએસ તેમજ વ્હાર્ટન સ્કૂલ યુનિવર્સિટી ઓફ પેનસિલ્વેનિયાથી એમબીએ પણ કર્યું છે. 

સુંદર પિચાઈના ગૂગલમાં કરિયરની વાત કરીએ તો 2004 માં તેણે ગૂગલ જોઈન કર્યું હતું. 2015માં તેમને ગૂગલના સીઈઓ બનાવવામાં આવ્યા. ત્યારબાદ 2019 માં તેઓ આલ્ફાબેટ ઇન્કના પણ સીઈઓ બન્યા.

સુંદર પિચાઈ પાસે દુનિયાભરની લક્ઝરીયસ કાર નું મોટું કલેક્શન છે. તેમાં પોર્શ, બીએમડબલ્યુ, રેન્જ રોવર અને મર્સીડીસનો સમાવેશ થાય છે. તેમની પાસે કેલિફોર્નિયામાં એક લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ છે. આ ઘર તેણે 40 મિલિયન ડોલરમાં ખરીદ્યું હતું. આ ઘરમાં વિશ્વસ્તરીય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news