નવી દિલ્હી: અગ્નિપથ યોજનાના વિરોધમાં હિંસક પ્રદર્શન ચાલી રહ્યા છે. આ વચ્ચે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરતા કહ્યું છે કે, ચાર વર્ષની સર્વિસ બાદ અગ્નિવીરોને મહિન્દ્રા ગ્રૂપમાં કામ કરવાની તક મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, 14 જૂનના અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી લઇને અત્યાર સુધી હિંસક પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, યોજનામાં પેન્શન દૂર કરવામાં આવ્યું છે, ત્યારે સર્વિસને માત્ર 4 વર્ષ સુધી સીમિત કરવામાં આવી તે યોગ્ય નથી. સેનામાં જોડાવવા માંગતા વિદ્યાર્થીઓનો સવાલ છે કે તે ચાર વર્ષ બાદ જ્યારે રિટાયર થશે તો ત્યારબાદ તેઓ શું કરશે?


ખુશખબર! ખાદ્યતેલના ભાવમાં ફરી આવ્યો મોટો ઘટાડો, જાણો શું છે નવા ભાવ


આનંદ મહિન્દ્રાએ શું કહ્યું?
અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ જે રીતે હિંસા થઈ રહી છે, તેનાથી દુ:ખી અને નિરાશ છું. ગત વર્ષે જ્યારે આ યોજના પર વિચાર કરવામાં આવી રહ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે, અગ્નિવીરોને જે શિસ્ત અને કુશળતા મળશે તે તેમને રોજગાર માટે સક્ષમ બનાવશે. વધુમાં કહ્યું કે મહિન્દ્રા ગ્રુપ તાલીમ પામેલા સક્ષમ યુવાનોને નોકરી કરવાની તક આપશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube