નવી દિલ્હીઃ ભારતના સૌથી ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) ટિકટોક (TikTok)માં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, તો આ વાતચીત હાલ શરૂઆતી તબક્કામાં છે અને રિલાયન્સ સમૂહ હજુ આ શોર્ટ વીડિયો આધારિત એપમાં રોકાણની સંભાવનાઓ શોધી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે ભારતે જૂનમાં 59 ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેમાં શોર્ટ વીડિયો એપ ટિકટોક (Tiktok) પણ હતી, ત્યારબાદ જુલાઈના અંતમાં પણ 15 અન્ય ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ભારતમાં પ્રતિબંધ બાદ અમેરિકામાં પણ Tiktok પર પ્રતિબંધ લગાવવાની માગ ઉઠી હતી. અમેરિકાએ ટિકટોકની સામે ચીન સાથે સંબંધ તોડવાની શરત રાખી છે. આ વચ્ચે માહિતી મળી રહી છે કે ટિકટોકનો ભારતમાં કારોબાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખરીદી શકે છે. 


મહત્વનું છે કે ભારતમાં પ્રતિબંધ બાદ ByteDanceની માલિકી વાળી કંપની ટિકટોકે ભારે નુકસાન ભોગવવું પડી રહ્યું છે. પરંતુ હજુ રોકાણને લઈને રિલાયન્સ અને ByteDance તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. 

ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં ગલવાન ઘાટીમાં 20 ભારતીયોની શહીદી બાદ ભારતમાં 59 ચીની એપ્લિકેશનને પ્રતિબંધ કરી દેવામાં આવી હતી. ભારતે પોતાના નિર્ણય પાછળ સૌર્વભૌમત્વ, સુરક્ષા અને નિજતાનો હવાલો આપતા પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી. મહત્વનું છે કે ટિકટોક પર ચીનની સરકારની સાથે યૂઝરનો ડેટા શેર કરવાના આરોપ લાગતા રહ્યાં છે. 


ટિકટોક સિવાય યૂસી બ્રાઉઝર, કેમ સ્કેનર, શેર ઇટ, હેલો, લાઇક સહિત ઘણી એપ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બાયડૂ મેચ, કેવાઈ, ડીયૂ બેટરી સ્કેનર પર પણ પ્રતિબંધ છે. મહત્વનું છે કે સરકારે આ ચીની એપ્સ પર આઈટી એક્ટ 2000 હેઠળ પ્રતિબંધ લગાવ્યો છે. 


હાલ માનવામાં આવી રહ્યું છે કે ટિકટોકના ભારતીય બજારને રિલાયન્સના હાથે વેચવામાં બાઇટડાન્સને સફળતા મળી શકે છે. રિલાયન્સ માટે પણ આ ફાયદાનો સોદો થઈ શકે છે. તેનું કારણ છે કે ભારતમાં ટિકટોક એપ ખુબ પોપ્યુલર હતી. તેના પર પ્રતિબંધ લાગ્યા બાદ ભારતીય યૂઝરને તેનો વિકલ્પ મળી શક્યો નથી. આ કારણે જો ટિકટોક ફરી શરૂ થાય તો, તેને જબરદસ્ત પ્રતિસાદ મળશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube