નવી દિલ્હી: કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ મોટી કાર્યવાહી કરતાં ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી એન્ટરપ્રાઇઝીઝ તથા મલ્ટી સ્ટેટ ભારતીય રાષ્ટ્રીય ગ્રાહક સહકારી મંડળ લિમિટેડ (એનસીસીએફ)ના પૂર્વ ચેરમેન અને પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર વિરૂદ્ધ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે આંધ્ર પ્રદેશના પોર્ટ પરથી વિજળી સ્ટેશનોને પુરો પાડવામા આવતા કોલસાના પરિવહન માટે અમદાવાદની આ કંપનીની પસંદગીમાં અનિયમિતતા વર્તી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એનસીસીએફના તત્કાલીન ચેરમેન વીરેન્દ્ર સિંહ, તેના તત્કાલીન એમડી જીપી ગુપ્તા અને તત્કાલીન વરિષ્ઠ સલાહકાર એસસી સિંઘલ, અદાણી એન્ટરપ્રાઇઝેઝ લિમિટેડ અને અન્ય લોકસેવકો વિરૂદ્ધ કાવતરું રચવાનો કેસ દાખલ કર્યો છે. સીબીઆઇના અનુસાર પ્રાથમિક તપાસમાં આરોપી અધિકારીઓ અને અદાણી એન્ટરપ્રાઇઝને દોષી ગણવામાં આવી છે. 


જોકે આંધ્ર પ્રદેશ પાવર જનરેશન કોર્પોરેશન (એપીજેનકો)એ 29 જૂન 2010ના રોજ કડપામાં રાયલસીમા થર્મલ પાવર પ્લાન્ટ અને વિજયવાડામાં નાર્લા ટાટા રાવ થર્મલ પાવર પ્લાન્ટને પોર્ટ પરથી આયાત્તિ છ લાખ મેટ્રિક ટન કોલસાની આપૂર્તિ માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરોની સીમિત તપાસ કરાવી હતી. ટેન્ડરોની તપાસ ગ્રાહક મંત્રાલય હેઠળ આવનાર એનસીસીએફ સહિત સાત સરકારી કંપનીઓને સોંપવામાં આવી હતી.