iPhone SE 4ની સાથે Apple આપી શકે છે આ ખાસ ટેકનોલોજી, લોન્ચ પહેલા રિપોર્ટમાં દાવો
Apple iPhone SE 4: એપલનો નવો iPhone SE 4 ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ 2022માં લોન્ચ થયેલ iPhone SEનો નવું વર્ઝન હશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ ફોનને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
Trending Photos
Apple iPhone SE 4: એપલનો નવો iPhone SE 4 ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ 2022માં લોન્ચ થયેલ iPhone SEનો નવું વર્ઝન હશે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી આ ફોનને લઈને ઘણી અફવાઓ ચાલી રહી છે. ફેન્સ આના વિશે ખૂબ જ ચર્ચા કરી રહ્યા છે. આ ફોનની સ્ક્રીન iPhone 14ના બેઝ મોડલ જેવી હોઈ શકે છે. આ ફોનના કેમેરો અને બેટરી વિશે પણ માહિતી સામે આવી છે. હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફોનમાં Appleનું પોતાનું 5G મોડેમ હશે. ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.
iPhone SE 4માં શું ખાસ હોઈ શકે છે?
MacRumorsના રિપોર્ટ અનુસાર, આવનાર iPhone SE 4માં Appleનું પોતાનું ડિઝાઈન કરેલું 5G મોડેમ હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બાર્કલેઝના એનાલિસ્ટ ટોમ ઓ'માલી અને તેમના સહયોગિઓએ આ માહિતીની પુષ્ટિ કરી છે. આ પહેલા લીક થયેલી માહિતી અનુસાર આઈફોન SE 4માં TSMC દ્વારા બનાવવામાં આવેલ ઇન-હાઉસ મોડેમ હશે, જેનું નામ Centauri હશે.
પ્રેસ નોટમાં એક એનાલિસ્ટે જણાવ્યું છે કે, આ નવો ફોન વર્ષ 2025ના પ્રથમ ક્વાર્ટરમાં એટલે કે માર્ચના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. iPhone SE 4 માટે પણ આવી જ લૉન્ચ ટાઈમલાઈન અગાઉ જણાવવામાં આવી છે. આ ફોનના કેમેરા પાર્ટ્સનું મોટા પાયે પ્રોડક્શન ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે.
A18 ચિપસેટ
રિપોર્ટ્સ અનુસાર iPhone SE 4માં એપલનો નવો A18 ચિપસેટ અને 8GB રેમ આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 6.06 ઇંચની LTPS OLED સ્ક્રીન હશે, જેની મહત્તમ બ્રાઇટનેસ 800 નિટ્સ હશે. સ્ક્રીનની ડિઝાઇન iPhone 14 જેવી જ હશે, જેમાં નોચની અંદર TrueDepth કેમેરા અને ફેસ ID સેન્સર હશે.
iPhone SE 4 કેમેરો
નવો iPhone SE 4 ટૂંક સમયમાં લોન્ચ થવાની ઉમ્મીદ છે. આમાં એક શાનદાર 48-મેગાપિક્સલનો Sony IMX904 રીઅર કેમેરા સેન્સર અને 12-મેગાપિક્સલનો ટ્રુડેપ્થ સેલ્ફી કેમેરા હોઈ શકે છે, જમાં f/1.9 અપર્ચર અને ઓટોફોકસનો સપોર્ટ મળશે. આ સિવાય તેમાં 3,279mAh બેટરી હશે જે 20W USB-PD ચાર્જિંગ તેમજ 15W મેગસેફ અને Qi2 વાયરલેસ ચાર્જિંગ પણ સપોર્ટ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે