નવી દિલ્હીઃ જે લોકોએ અત્યાર સુધી જીએસટી રિટર્ન ભર્યું નથી, તેના માટે ખુશખબર છે. કેન્દ્ર સરકારે જીએસટી રિટર્ન ભરવાની સમય મર્યાદા વધારી દીધી છે. નાણા મંત્રાલયે એક અખબારી યાદી જારી કરીને આ જાણકારી આપી છે. આ અખબારી યાદી અનુસાર નાણાકીય વર્ષ 2017/18 માટે જીએસટી રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખ વધારીને હવે 31 ડિસેમ્બર 2019 કરી દેવામાં આવી છે. સાથે સરકારે નાણાકીય વર્ષ 2018/19 માટે પણ જીએસટી રિટર્નની તારીખ આગળ વધારે છે. હવે તે 31 માર્ચ 2020 થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે હવે નાણાકીય વર્ષ 2017/18 માટે GSTR-9 (વાર્ષિક રિટર્ન ફોર્મ) અને GSTR-9C (રિકન્સિલેશન સ્ટેટમેન્ટ)ને 31 ડિસેમ્હર 2019 સુધી અને નાણાકીય વર્ષ 2018-19 માટે તેને 31 માર્ચ 2020 સુધી ભરી શકાય છે. પહેલા આ તારીખ ક્રમશઃ 30 નવેમ્બર અને 31 ડિસેમ્બર હતી. 


સરકારે જીએસટી રિટર્ન ફાઇલ કરવાની તારીખ વધારવાની સાથે લોકોને વધુ એક સુવિધા આપી છે. હવે સરકારે રિટર્ન દાખલ કરવાની સમગ્ર પ્રક્રિયાને પણ સરળ કરી દીધી છે. જીએસટી રિટર્નના ફોર્મમાં હવે ઘણી ફીલ્ડને વૈકલ્પિક કરી દેવામાં આવી છે. 

50 કરોડ લોકોની શક્તિ વધારશે સરકાર, બજેટ સત્રમાં આવશે નવા કાયદાનું બિલ


મહત્વનું છે કે આ સંબંધમાં ગુરૂવારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. આ નોટિફિકેશન પ્રમાણે, કરદાતાને આઉટપુટ અને ઇનપુટ પર HSN લેવલની સૂચના દેવાની તથા ઇનપુટ, ઇનપુટ સર્વિસ અને કેપિટલ ગુડ્સ પર ભિન્ન-ભિન્ન ઇનપુટ ટેક્સ ક્રિડિટ જમા કરવાની જરૂર નથી. 


જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube