50 કરોડ લોકોની શક્તિ વધારશે સરકાર, બજેટ સત્રમાં આવશે નવા કાયદાનું બિલ

સરકાર 50 કરોડ કામદારોની સ્થિતી સુધારવા માટે એક નવુ બિલ લાવી રહી છે. તેમાં કાર્યસ્થળ પર ન માત્ર તેમની સુરક્ષા વધશે પરંતુ સ્વાસ્થય અને કામ કરવાની સ્થિતીમાં પણ પરિવર્તન આવશે. સરકાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળના વાતાવરણ અંગે તૈયાર (Occupational Safety, Health and Working Conditions)  બિલને બજેટ સત્રમાં પસાર કરાવવા માટેનો પ્રયાસ કરશે. 

50 કરોડ લોકોની શક્તિ વધારશે સરકાર, બજેટ સત્રમાં આવશે નવા કાયદાનું બિલ

મુંબઇ : સરકાર 50 કરોડ કામદારોની સ્થિતી સુધારવા માટે એક નવુ બિલ લાવી રહી છે. તેમાં કાર્યસ્થળ પર ન માત્ર તેમની સુરક્ષા વધશે પરંતુ સ્વાસ્થય અને કામ કરવાની સ્થિતીમાં પણ પરિવર્તન આવશે. સરકાર વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળના વાતાવરણ અંગે તૈયાર (Occupational Safety, Health and Working Conditions)  બિલને બજેટ સત્રમાં પસાર કરાવવા માટેનો પ્રયાસ કરશે. 

ગુજરાતના કરોડો વાહનચાલકો માટે લેવાયા 3 મોટા અને મહત્વના નિર્ણયો
કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, આ સંહિતાને લોકસભામાં 23 જુલાઇ 2019નાં રોજ રજુ કરવામાં આવ્યું હતું. તેને પસાર કરાવવાને કારણે કામદારોના કવરેજનું વર્તુળ વધારવામાં આવશે અને 13 કેન્દ્રીય શ્રમ કાયદાઓને બદલવા માટેની એક સંહિતાના (Code) અમલમાં આવવાનું અનુમાન છે. આ સંહિતા એવા તમામ એકમો પર લાગુ થશે, જેમાં 10 અથવા તેનાથી વધારે કર્મચારી હોય. 

ગુજરાત સરકારે લીધો ઐતિહાસિક નિર્ણય, રાજ્યની 16 ચેકપોસ્ટ નાબૂદ કરી
મંત્રીએ કર્મચારી રાજ્ય વિમા નીગમ (ESIC) ના એક કાર્યક્રમ બાદ પત્રકારોને જણાવ્યું કે, અમે નિશ્ચિત રીતે બજેટ સત્રમાં વ્યાવસાયી સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળ પરિવેશ સંહિતાને આગળ વધારીશું. સંસદની સ્થાયી સમિતીએ સંહિતા અંગે લોકો પાસે ટિપ્પણીઓ મંગાવી છે. સંસદનું બજેટ સત્ર જાન્યુઆરીના અંતિમ અઠવાડીયામાં ચાલુ થવાનું અનુમાન છે. સરકારને શ્રમ સુધારણાની પ્રક્રિયામાં માનદ સંહિતા અંગે પહેલની સંસદની મંજુરી મળી ચુકી છે. ત્યાર બાદ વ્યાવસાયીક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળ સ્થિતી સંહિતાનો વારો છે. 

અદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય
સંસદના બજેટ સત્ર જાન્યુઆરીમાં અંતિમ સપ્તાહમાં ચાલુ થવાનું અનુમાન છે. સરકારને શ્રમ સુધારણાની પ્રક્રિયામાં માનદ સંહિતા પર પહેલા જ સંસદની મંજુરી મળી ચુકી છે. ત્યાર બાદ વ્યાવસાયિક સુરક્ષા, સ્વાસ્થય અને કાર્યસ્થળ સ્થિતી સંહિતાનો વારો છે. સરકાર 44 શ્રમ કાયદાને મેળવીને ચાર સંહિતા બનાવવા ઇચ્છે છે. ગંગવારે કહ્યું કે, વડાપ્રધાન મોદીની ત્રીજી સંહિતા એટલે કે સામાજિક સુરક્ષા સંહિતા અંગે માહિતી આપી ચુકી છે. તેમણે કહ્યું કે, સરકાર ચારેય નવી સંહિતાને ઝડપથી અમલ લાવવા ઇચ્છે છે. સામાજિક સુરક્ષા અને ઔદ્યોગિક સંબંધના મુદ્દે બાકી બે સંહિતાઓ અંગે પુછવામાં આવતા મંત્રીએ કહ્યું કે, શ્રમ સંબંધિત મુદ્દાઓ અંગે કાયદાના મુસદ્દા તૈયાર કરવાની ત્રિકોણીય પ્રક્રિયા છે. અમે કંઇ પણ ઉતાવળ કરવા નથી ઇચ્છતા. વિમર્શ ચાલુ છે. તેને ઝડપથી સંસદમાં રજુ કરવા માંગીએ છીએ

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news