નવી દિલ્હીઃ 7th pay commission: મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલાં કેન્દ્રીય કર્મચારીઓને હોળી બાદ ખુશખબર મળી શકે છે. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકાર 8 માર્ચે હોળી બાદ ડીએમાં વધારો કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે. પરંતુ ડીએ વધારાની જાહેરાતની સાચી તારીખની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી કેન્દ્ર સરકારના કર્મચારીઓએ કેન્દ્રીય મંત્રીમંડળના સત્તાવાર આદેશની રાહ જોવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલા વધારાની આશા
એવી આશા છે કે સરકાર કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા ડીએ અને મોંઘવારી રાહત એટલે કે ડીઆરના દરોમાં ક્રમશઃ 4 ટકાના વધારાની મંજૂરી આપશે. જો તેમ થાય તો કેન્દ્ર સરકારના કર્મચારીઓનું ડીએ વધીને 42 ટકા થઈ જશે. 


છેલ્લે ક્યારે થયો હતો વધારો
કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2022થી મૂળ વેતનના 34 ટકા વધારી 38 ટકા કરી દેવામાં આવ્યું હતું. તો પેન્શનરો માટે પણ મોંઘવારી રાહત 34 ટકાથી વધારી 38 ટકા કરી દેવામાં આવી હતી. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનભોગીોને ફુગાવાને કારણે ડીએ/ડીઆર આપે છે. તે 7માં પગાર પંચની ભલામણોના આધાર પર આપવામાં આવે છે. 


આ પણ વાંચોઃ સોનાના ભાવમાં જોરદાર કડાકો! ફક્ત 33,000 રૂપિયામાં મળે છે 10 ગ્રામ ગોલ્ડ


પેન્શન પર ભેટ
તાજેતરમાં, સરકારે કેન્દ્રીય કર્મચારીઓના પસંદગીના જૂથને ભેટ આપી છે. તેમને જૂની પેન્શન યોજના પસંદ કરવાની તક આપવામાં આવી છે. 22 ડિસેમ્બર, 2003 પહેલાં જાહેરાત કરાયેલી અથવા સૂચિત પોસ્ટ્સ સામે કેન્દ્ર સરકારની સેવાઓમાં જોડાનારા કર્મચારીઓ માટે સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ (પેન્શન) નિયમો, 1972 (હવે 2021) હેઠળ જૂનું પેન્શન, નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)ની સૂચનાની જૂની પેન્શન યોજનામાં સામેલ થવા માટે પાત્ર છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube