Pradhan Mantri Matru Vandana Yojana: મોદી સરકાર દ્વારા ખેડૂતો, વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. પીએમ કિસાન હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. તેવી જ રીતે સરકાર દ્વારા પરિણીત મહિલાઓ માટે પણ આ યોજના ચલાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓ માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનામાં સરકારે અત્યારસુધીમાં 3.32 કરોડ મહિલાઓને લાભ આપ્યો છે અને 14,888 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરમાં માત્ર દોરો બાંધવાથી નિકળી જાય છે પથરી, ગુજરાતમાં અહીં આવેલું છે આ મંદિર
અમે વાત કરી રહ્યાં છીએ પીએમ માતૃત્વ વંદના યોજના (Matrutva Vandana Yojana) વિશે. આ યોજનાનો લાભ માત્ર પરિણીત મહિલાઓને જ મળે છે. આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને સરકાર દ્વારા રૂ. 6000ની સહાય પૂરી પાડવામાં આવે છે. મોદી સરકારે ગર્ભવતી મહિલાઓ માટે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરૂ કરી છે. આમાં સરકાર ગર્ભવતી મહિલાને પૂરા 6000 રૂપિયા આપે છે. આ સરકારી યોજનામાં સગર્ભા મહિલાઓને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને પૈસા આપવામાં આવે છે જેથી દેશભરમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેમને કોઈપણ પ્રકારની બીમારી ન થાય. તેને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે.


Lok Sabha Elections 2024: ક્યાં છે મતદાન કેન્દ્ર અને કોણ-કોણ છે ઉમેદવાર? APPS વડે મળશે A To Z જાણકારી


શું છે યોજનાની વિશેષતા-
- ગર્ભવતી મહિલાઓની ઉંમર ઓછામાં ઓછી 19 વર્ષની હોવી જોઈએ.
- આ સ્કીમમાં તમારે માત્ર ઓફલાઈન અરજી કરવાની રહેશે.
- સરકાર 5000 રૂપિયાની રકમ 3 હપ્તામાં ટ્રાન્સફર કરે છે.
- આ યોજના 1 જાન્યુઆરી, 2017 ના રોજ શરૂ કરવામાં આવી હતી.


'મોટાભાઇ' એ રોકાણકારોને કરાવી દીધી મૌજ, આપ્યું 1800% ટકા રિટર્ન, બમણા થઇ રૂપિયા


સત્તાવાર વેબસાઇટ તપાસો
તમે સત્તાવાર વેબસાઇટ https://wcd.nic.in/schemes/pradhan-mantri-matru-vandana-yojana પર પણ સંપર્ક કરી શકો છો. અહીં તમને આ યોજના વિશેની તમામ માહિતી મળશે. જો મહિલાને આ માટે અરજી કરવામાં કોઈપણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો તે હેલ્પલાઈન નંબર 7998799804 પર કોલ કરી શકે છે. તમે અહીંથી ફોર્મ ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો અને ફોર્મ ઓફિસમાં જમા કરાવી શકો છો. 


રેકોર્ડ સ્તર બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણો અમદાવાદમાં કેટલું સસ્તું થયું સોનું
 


પૈસા કેવી રીતે મેળવશો?


લાભાર્થી મહિલાને યોજનાના પૈસા ત્રણ હપ્તામાં મળે છે. પ્રથમ હપ્તો રૂ. 1000, બીજો હપ્તો રૂ. 2000 અને ત્રીજો હપ્તો રૂ. 2000 હેઠળ ઉપલબ્ધ છે. આ પૈસા ગર્ભવતી મહિલાઓને તેમના બેંક ખાતામાં સીધા ટ્રાન્સફર કરવામાં આવે છે. તો બીજી તરફ છેલ્લે 100 રૂપિયા સરકાર બાળકના જન્મ વખતે હોસ્પિટલમાં આપે છે. આ યોજનાનો લાભ પ્રથમ હયાત બાળકને જ આપવામાં આવે છે. આ 5000 રૂપિયા ગર્ભવતી મહિલાને સારવાર અને દવાઓના ખર્ચમાં મદદ કરે છે. તેમજ આ આર્થિક મદદ મળવાથી ગર્ભવતી મહિલાઓને આરામ કરવાનો સમય મળે છે.


4 દિવસમાં 4 દિવસ વધશે તાપમાન! ક્યાંક હિટવેવ તો ક્યાંક વરસાદ, કંફ્યૂઝ કરશે હવામાન